
અમદાવાદમાં ફરી એક વખત માર્ગ અકસ્માતે નરમુંદું સર્જાયું છે. GMDC ગ્રાઉન્ડ નજીક થયેલી ઘટનામાં પાર્થ કલાલ નામના યુવકનું સ્થળ પર જ દુઃખદ મોત થયું છે. પરિવારના કહેવા પ્રમાણે, 12 તારીખે પાર્થના મોટા ભાઈના લગ્નનો પ્રસંગ હતા. પરંતુ લગ્નના આનંદ પહેલા જ પરિવારમાં શોક છવાઈ ગયો છે.
બાઈક સ્લિપ થતાં અકસ્માત થયું હતો કે પછી કોઈ અજાણ્યા વાહનની ટક્કરથી આ દુર્ઘટના બની હતી? આ મુદ્દે પરિવાર દ્વારા ગંભીર શંકા વ્યક્ત કરવામાં આવી છે.અકસ્માત બાદ પાર્થની બાઈક લગભગ 50 મીટર સુધી ઢસડાતી ગઈ હતી. જે સામાન્ય સ્લીપમાં શક્ય ન હોવાનું પરિવારનું કહેવું છે.
પરિવારનો દાવો છે કે અકસ્માત એટલો ભયંકર હતો કે પાર્થનો હાથ કપાઈને અલગ દિશામાં ફંગોળાઈ ગયો હતો. તેઓનો આ પણ સ્પષ્ટ આક્ષેપ છે કે આ માત્ર બાઈક સ્લીપનું પરિણામ નહીં હોય, પરંતુ પાછળથી કોઈ વાહન દ્વારા જોરદાર ટક્કર મારવામાં આવી હોવાની પૂરી શક્યતા છે. પારિવારિક સભ્યોની માંગ છે કે નજીકના CCTV ફૂટેજના આધારે તપાસ કરવામાં આવે જેથી સાચા કારણો બહાર આવી શકે અને દોષિત સામે કાર્યવાહી થાય.
સ્થાનિક પોલીસ દ્વારા કેસની પ્રાથમિક તપાસ શરૂ કરવામાં આવી છે અને પરિવારની માંગ મુજબ CCTV ફૂટેજ તપાસવાની પ્રક્રિયા પણ હાથ ધરાઈ છે.
આ પણ વાંચો, http://કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ 5થી 7 ડિસેમ્બર સુધી અમદાવાદના પ્રવાસે
