
આમ આદમી પાર્ટીના 10 રાજ્યસભા સાંસદોમાંથી સાત ભાજપમાં જોડાશે. શુક્રવારે સાંજે 4 વાગ્યે પંજાબ રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ એક પત્રકાર પરિષદમાં આ જાહેરાત કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે રાજ્યસભા સાંસદો સંદીપ પાઠક, અશોક કુમાર મિત્તલ, હરભજન સિંહ, વિક્રમજીત સિંહ સાહની, સ્વાતિ માલીવાલ અને રાજેન્દ્ર ગુપ્તા અમારી સાથે છે.
પત્રકાર પરિષદમાં સંદીપ પાઠક અને અશોક મિત્તલ પણ હાજર હતા. અશોક મિત્તલ લવલી પ્રોફેશનલ યુનિવર્સિટીના ચેરમેન છે અને 10 દિવસ પહેલા (15 એપ્રિલ) જલંધરમાં તેમના ઘરે EDએ દરોડા પાડ્યા હતા.
રાઘવ ચઢ્ઢા, સંદીપ પાઠક અને અશોક મિત્તલ ભાજપ મુખ્યાલયમાં પાર્ટીમાં જોડાયા હતા. બાકીના ચાર સાંસદો હજુ સુધી હાજર થયા નથી. સ્વાતિ માલીવાલે કહ્યું, “હું ઇટાનગરમાં છું. સાંજે દિલ્હી પાછા ફર્યા પછી વાત કરીશ. પંજાબમાં 2027માં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે.”
Gir Somnath જિલ્લાના Kodinar તાલુકાની Velan જિલ્લા પંચાયત ચૂંટણીને લઈને રાજકીય વિવાદ સામે આવ્યો છે-https://www.instagram.com/reel/DXg3ZJHjEhn/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
https://www.youtube.com/@INTIMENEWSCHANNEL
આ પણ વાંચો: અમદાવાદ મહાનગર પાલિકા ચૂંટણીમાં પોલીસની લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવાશે: 8 હજાર પોલીસ જવાનો રહેશે તૈનાત
