
અમદાવાદના ઘી કાંટા વિસ્તારમાં મકાન ધરાશાયી થયું છે, આ મકાન જર્જરિત હોવા છતાં તંત્ર દ્વારા નોટિસ પાઠવવામાં આવી ન હતી, તેવો સ્થાનિકોએ આરોપ લગાવ્યો હતો. મળતા અહેવાલ પ્રમાણે ઘી કાંટામાં મોટી હમમની પોળમાં આ મકાન ધરાશાયી થયું હતું. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયરબ્રિગેડની ઘટનાસ્થળે દોડી આવી હતી અને તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું.
માહિતી અનુસાર મકાન ધરાશાયી થતાં જ તંત્રમાં દોડધામની સ્થિતિ સર્જાઈ હતી. ફાયરબ્રિગેડની ટીમ અને પોલીસ તથા મ્યુનિસિપલ કોર્પોરેશન એસ્ટેટ વિભાગની ટીમ પણ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે દોડી આવી હતી અને બચાવ કામગીરી હાથ ધરતાં મકાનમાં દટાયેલા લોકોને બચાવવાના પ્રયાસ હાથ ધર્યા હતા. ઘટના સ્થળના દ્રશ્યોને જોતા આ ઘટના ભયાનક હોય તેવો આભાસ થઇ રહ્યો છે.અમદાવાદની નવતાળની પોળમાં એક જૂનું અને જર્જરિત મકાન અચાનક ધરાશાયી થવાની ઘટના બની હતી. જે સમયે આ મકાન પડ્યું, ત્યારે કોર્પોરેશન દ્વારા ત્યાં ડ્રેનેજ લાઈનનું કામ ચાલી રહ્યું હતું. ડ્રેનેજની કામગીરી દરમિયાન થયેલી ધ્રુજારીને કારણે મકાન પત્તાના મહેલની જેમ તૂટી પડ્યું હોવાનું માનવામાં આવે છે.
