Site icon Time News

Accident: ધોલેરા-ભાવનગર માર્ગ પર બે કાર વચ્ચે ભીષણ અકસ્માત, 5 લોકોના કમકમાટીભર્યા મોત

રાજ્યમાં અકસ્માતની ગંભીર ઘટનાઓ ઘટી રહી છે. ત્યારે આજરોજ ધોલેરા – ભાવનગર માર્ગ પર ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 5 લોકોના મોત થયા હતા.

મળતી માહિતી મુજબ 2 કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં 1 કાર ભાવનગર તરફથી આવી રહી હતી, અને 2જી કાર ધોલેરા થી ભાવનગર તરફ જઈ રહી હતી. ત્યારે અચાનક ગાડીઓ વચ્ચે ટક્કર સર્જાતા મોટી ઘટના ઘટી હતી. આ ઘટનામાં 1 મહિલા અને 4 પુરુષોના મોત થયા છે. જેમાં અમદાવાદના ગોરધન ડોબરીયા, ગૌરવ ડોબરીયા, તીર્થ ડોબરીયા, અશોક ડોબરીયા અને પાલીતાણાના દિશાબેન પ્રભાતાનીનું મોત નિપજ્યું હતું. સ્કોર્પિયોમાં 6 લોકો મુસાફરી કરતા હતા અને કિયા કારમાં 4 લોકો સવાર હતા.

અકસ્માતમાં અન્ય 3-4 લોકોને ઈજા પહોચી હતી. જે તમામને પાસેની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્યારે સમગ્ર ઘટનાને લઇ ધોલેરા પોલીસ ઘટના સ્થળે પહોચી તપાસ શરૂ કરી હતી. બીજી તરફ અવસાન પામેલ લોકોના પરિવારને ઘટનાની જાણ કરવામાં આવતા પરિવારમાં શોકનો માહોલ ફેલાયો છે.

આ પણ વાંચો, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગેરકાયદેસર વસાવટ કરતી બાંગ્લાદેશી મહિલાની કરી અટકાયત, બનાવટી દસ્તાવેજો કર્યા હતા ઉભા

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version