
અમદાવાદમાં ફરી એકવાર રફતારનો કહેર સામે આવ્યો છે. વાસ્તવમાં બાપુનગરમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. હરદાસ ચોકી પાસે કારચાલકે 3 યુવકોને અડફેટે લીધા હતા. આ તરફ કાર ચાલક અકસ્માત સર્જી ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. આ તરફ હવે સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મેટ્રોસિટી અમદાવાદમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આવેલ હરદાસ ચોંકી પાસે એક બેફામ બનેલ કારચાલકે 3 યુવકોને અડફેટે લીધા હતા. વિગતો મુજબ મિત્રો સાથે ઝઘડો કરી ભાગવા જતા ટક્કર મારી હતી.આ તરફ અકસ્માતમાં એકને ગંભીર અન્ય બે લોકોને સામાન્ય ઇજા પહોંચી છે. કરણ નામના કાર ચાલકે અકસ્માત કર્યાની પ્રાથમિક માહિતી હોવાનું સામે આવ્યું છે. આ તરફ અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે તો પોલીસ પણ તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો, Ahmedabad: વ્હિકલ લઈને સ્કૂલે જતા બાળકો સામે પોલીસની કડક કાર્યવાહી, વાલીઓ ચેતી જાજો
