Site icon Time News

લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ આર્ટિસન દ્વારા રાણીપ ખાતે આવેલી સરસ્વતી અભિનંદન આશ્રમશાળામાં લાયન્સ ક્વેસ્ટ સેન્ટર લાયન મુસ્તફા પટેલ ના સૌજન્યથી આજરોજ ચાલુ કરાયું

લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ આર્ટિસન દ્વારા રાણીપ ખાતે આવેલી સરસ્વતી અભિનંદન આશ્રમશાળામાં લાયન્સ ક્વેસ્ટ સેન્ટર લાયન મુસ્તફા પટેલ ના સૌજન્યથી આજરોજ ચાલુ કરાયું.

આ ક્વેસ્ટ સેન્ટર બાળકોને ભણવાની સાથે જ્ઞાનગમત, શિસ્ત ,પરોપકાર ,પ્રામાણિકતા, સંસ્કાર વગેરે નું સિંચન ખૂબ સારી રીતે કરી શકે એ હેતુથી લાયન્સ ઇન્ટરનેશનલ દ્વારા આ સેવા કાર્ય કરાઇ રહ્યું હોય છે.

સાથે સાથે આ શાળામાં બાળકોને નશા મુક્તિ અભિયાન અંતર્ગત ડીસ્ટ્રીક ચેરમેન દેવેન્દ્ર મહેતા દ્વારા નશા મુક્તિ અભિયાન અને કોઈપણ પ્રકારના નશાથી થતા નુકસાન વિશે સમજણ આપવામાં આવી, માનસિક હેલ્થ અને ખૂબ સારી રીતે તમે તમારા કાર્યમાં આગળ વધો એ હેતુથી ડિસ્ટ્રિક્ટ લાયન ઉષ્મા અધ્યારુ દ્વારા ખૂબ સારી રીતે સમજણ આપવામાં આવી.

સાથે સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નો સારી રીતે ઉપયોગ કઈ રીતે કરી શકાય એ વિશે લીઓ પ્રેસિડેન્ટ જીયા પુરોહિત દ્વારા બાળકોને એ આઈના ફાયદા ગેરફાયદા જણાવ્યા. લાયન મનીશ સોનારા દ્વારા નશા મુક્તિ અંતર્ગત નશાથી દૂર રહેવાના સંકલ્પ લેવડાવામાં આવ્યા.

લાયન નયન અધ્યારુ દ્વારા બાળકોને તમારા નક્કી કરેલા ગોલ સરસ રીતે પાર પડે તે માટે સમજણ આપી.

Exit mobile version