Site icon Time News

Ahmedabad: અમદાવાદના જોધપુર પાસે આવેલા શિવાય રુદ્રાક્ષ શોરુમમાં મહાશિવરાત્રિ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી

અમદાવાદના જોધપુર પાસે આવેલા શિવાય રુદ્રાક્ષ નામના શોરુમમાં મહાશિવરાત્રિ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શિવાય રુદ્રાક્ષના સંચાલક અને ટેરો કાર્ડ રીડર કામિનીબેન શાહ અને તેમના સ્ટાફ દ્વારા શોરુમમાં ભોળાનાથના શિવલિંગની વિધિપૂર્વક પૂજા અર્ચના કરવામાં આવી હતી. શિવલિંગની પાસે ભગવાન ભોળાનાથ અને જગત જનની માં મહાકાળીની મુર્તી પ્રસ્થાપિત કરીને શિવ-શક્તિનું પણ ભાવ પૂર્વક પૂજન કરવામાં આવ્યું હતુ.

આ પાવન પ્રસંગે શિવાય રુદ્રાક્ષના ગ્રાહકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાંના કેટલાક ગ્રાહકો 10થી 15 વર્ષ જૂના છે. અત્રે ઉલ્લેખનીય છે કે, શિવાય રૂદ્રાક્ષ વર્ષોથી વિવિધ પ્રકારના ઓરિજિનલ રૂદ્રાક્ષ, ગ્રહોના નંગ તથા વાસ્તુશાસ્ત્રની વિવિધ વસ્તુઓના વેચાણ માટે પ્રસિધ્ધ છે.

આ પણ વાંચો, ACB raids in Gandhinagar: ગાંધીનગરમાં ACB ત્રાટકી, સેક્ટર-7ના ASI બે લાખની લાંચ લેતા ઝડપાયા

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL/videos

Exit mobile version