
અમદાવાદના સાયન્સ સીટી રોડની સિમ્સ હોસ્પિટલ સામે એએમસી મેદાનમાં તા. ૦૧ એપ્રિલ ૨૦૨૬ થી તારીખ ૦૯ એપ્રિલ સુધી શિવકથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
મોટાબાર કડવા પાટીદાર સમાજ સુધારક મંડળ દ્વારા આયોજીત શિવકથાની વ્યાસપીઠ પર પુજ્ય લંકેશબાપુ બીરાજમાન થઈ દિવ્ય વાણીમાં અલૌકિક સંગીતમય શિવકથાનું રસપાન કરાવશે. દરરોજ રાત્રે ૦૮.૦૦ વાગ્યાથી રાત્રે ૧૧.૦૦ વાગ્યા સુધી આયોજીત શિવકથા સાંભળવા દરેક સમાજ- જ્ઞાતિના શિવભક્તો માટે આમંત્રણ આપવામાં આવે છે. તા.૦૧ એપ્રિલ ના રોજ ભાડજના સુપરસીટી ખાતેથી બેન્ડવાજા સાથે પોથીયાત્રા નિકળશે.
શિવકથા ના ભવ્ય સભામંડપમાં શિવભક્તો માટે વિવિધ સેવાઓ ઉપલબ્ધ કરાશે. દરરોજ રાત્રે દરેક ભક્તોને સ્ફટિકનું શિવલીંગ, બ્રેસલેટ અને રુદ્રાક્ષ ની માળા જેવો આકર્ષક ભૌતિક પ્રસાદ પણ આપવામાં આવશે. કથામાં પધારનાર વિશિષ્ટ મહાનુભાવો અને દાનેશ્વરી દાતાઓનું સન્માન કરાશે.
https://www.instagram.com/timenewsguj
