Site icon Time News

અમદાવાદના ચાંદલોડિયામાં બાળકીનો પગ લપસતા 60 ફૂટ ઊંડા કૂવામાં ખાબકી

 અમદાવાદમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે, જેમાં અમદાવાદના ચાંદલોડિયામાં 60 ફૂટ કુવામાં બાળકી પડી ગઈ હતી. છોકરીને બચાવવા માટે ફાયર બ્રિગેડે રેસ્ક્યું કર્યું હતું.મળતા અહેવાલ પ્રમાણે છોકરીને બે કલાકની જહેમતબાદ બચાવી લેવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર બાળકીનો પગ લપસી જતા કૂવામાં ખાબકી હતી.

આ ઘટના ચાંદલોડિયા વિસ્તારમાં આવેલા જૈન મંદિરની સામે ગજરાજ સોસાયટીમાં આવેલા 60ફૂટ કુવામાં છોકરી પડી ગઈ હતી. સ્થાનિકોએ તુંરત જ ફાયર બ્રિગેડને આ મામલે જાણ કરી હતી. ફાયરની ટીમે બાળકીનો જીવ બચાવ્યો હતો.

ટ્યુબની મદદથી સફળ રેસ્ક્યૂ ઓપરેશન 

ઘટનાની ગંભીરતાને પારખીને ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયરના જવાનોએ એક પળનો પણ વિલંબ કર્યા વિના રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. કૂવામાં પાણી હોવાથી બચાવ કામગીરી પડકારજનક હતી, પરંતુ ફાયર ટીમે કૂવામાં ટ્યુબ નાખીને પિતા-પુત્રીને આધાર આપ્યો હતો અને ભારે જહેમત બાદ બંનેને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળતા મેળવી હતી.

ફાયર બ્રિગેડની આ કુશળ અને સમયસરની કામગીરીને કારણે પિતા અને પુત્રી બંનેને નવું જીવન મળ્યું છે. સ્થાનિક રહીશોએ ફાયર વિભાગની આ ત્વરિત કામગીરીની ભરપૂર સરાહના કરી હતી.

Exit mobile version