અમદાવાદમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે જેમાં વિદ્યાર્થિની દ્વારા આપઘાત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની માહિતી મળી રહી છે. અમદાવાદ શહેરના નવરંગપુરા વિસ્તારની સોમ લલિત સ્કૂલમાં વિદ્યાર્થીનીએ કૂદકો મારી આપઘાત પ્રયાસ કર્યો હતો. પોણા એક કલાકની આસપાસ સ્કૂલ પરિસરમાં આ ઘટના બની હતી.
ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ આપઘાતો પ્રયાસ કર્યો હતો. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવી છે. આપઘાત કરવા પાછળનું કારણ સ્પષ્ટ જાણવા મળ્યું નથી. અન્ય વિદ્યાર્થિનીઓએ બચાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તેણીએ કુદકો લગાવી દીધો હતો. નવરંગપુરા પોલીસે ઘટના સ્થળ પર પહોંચી આગળની તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો, ભારત અને બ્રિટન વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર, જાણો શું થશે ફાયદા
