Site icon Time News

દિવાળી પહેલા વાહનચાલકોને ઝટકો, અદાણી CNGના ભાવમાં કરાયો તોતિંગ વધારો

દિવાળીના તહેવાર પહેલાં જ અમદાવાદમાં CNG વાહનચાલકોને મોંઘવારીનો વધુ એક ઝટકો લાગ્યો છે. અદાણી CNGના ભાવમાં એક જ દિવસમાં પ્રતિ કિલો 4.45 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. રોજિંદી કમાણીમાંથી ગેસનો ખર્ચ કાઢતા રિક્ષાચાલકો માટે આ ભાવવધારો આર્થિક બોજ વધારનારો બનશે અને દિવાળી દરમિયાન બજેટ પણ ખોરવાઈ શકે છે. છેલ્લે ઓગસ્ટ 2026માં પણ એક સાથે ચાર રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. જેના કારણે પ્રતિ કિલો અદાણી CNGનો ભાવ 94.2 રૂપિયાનો હતો, જો કે ફરી એક વાર 4.45 રૂપિયાનો વધારો કરવામાં આવતા હાલ નવો ભાવ 98.47 રૂપિયા પર પહોંચી ગયો છે.

પેટ્રોલ અને ડીઝલના ભાવ હાલમાં સ્થિર છે, ત્યારે CNGના ભાવમાં થયેલા આ વધારાથી ગેસ આધારિત વાહનો ચલાવતા લોકોને વધુ ખર્ચ કરવો પડશે. ખાસ કરીને દરરોજ લાંબા અંતરની મુસાફરી કરતા વાહનચાલકોના ખિસ્સા પર તેની સીધી અસર પડશે. દિવાળીના તહેવાર દરમિયાન વધેલા ખર્ચને કારણે રિક્ષાચાલકોના ઘરખર્ચનું બજેટ પણ ખોરવાઈ શકે છે. સામાન્ય વાહનચાલકો પર પણ આ ભાવવધારાની અસર જોવા મળી શકે છે.

દિવાળીના તહેવાર દરમિયાન વધેલા ખર્ચને કારણે સામાન્ય વાહનચાલકો પર પણ આ ભાવવધારાની અસર જોવા મળી શકે છે. CNGના ભાવમાં છેલ્લા અઢી મહિનામાં બીજી વખત મોટો વધારો કરવામાં આવ્યો છે. અગાઉ 1 ઓગસ્ટે અદાણી ગેસ દ્વારા CNGના ભાવમાં પ્રતિ કિલોએ ₹4નો વધારો કરવામાં આવ્યો હતો. હવે ફરી ₹4.45નો વધારો થતાં માત્ર 84 દિવસમાં જ CNG પ્રતિ કિલો ₹8.45 મોંઘો થયો છે. ખાસ કરીને પેટ્રોલ અને ડીઝલના વધતા ખર્ચથી બચવા CNG વાહનોનો ઉપયોગ કરતા લોકો માટે પણ હવે મુસાફરી મોંઘી બની શકે છે. સતત વધતા ગેસના ભાવને કારણે ખાસ કરીને રિક્ષા ચાલકોમાં ભારે અસંતોષ અને નારાજગી વ્યાપી ગઈ છે. રિક્ષાચાલકોની મુખ્ય રજૂઆત છે કે ગેસના ભાવમાં સતત અને જંગી વધારો થઈ રહ્યો છે, પરંતુ તે સરખામણીએ વાહન વ્યવહાર કમિશનર દ્વારા રિક્ષાભાડામાં પૂરતો વધારો મંજૂર કરવામાં આવતો નથી. 

Exit mobile version