Site icon Time News

3 વર્ષ નો બાળ દર્દીને opd માં તેનાં માતાપિતા લઇને આવ્યા ખૂબ જ ઉલ્ટી અને પેટના દુખાવા અને પેટ ફૂલી જવા સાથે..

Vitellointestinal duct એટલે કે, ગર્ભાવસ્થામાં આંતરડાના વિકાસ સમય એવો જોડાણ જે પોષણ માટે જોડાયેલું હોય છે, સમય જતાં (8 થી 9 અઠવાડિયે) આ જોડાણ વિલુપ્ત થાય છે અને ખાલી નાભિ નો ભાગ રહે છે. કોઈક વાર આ જોડાણ રહી જાય છે અને તેમાંથી આંતરડા, નાભિ અને મૂત્રાશયના અમુક પરિસ્થિતિ નિર્માણ થાય છે, જેને meckel ‘s Diverticulum, Umbilical fistula અથવા Urachal sinus કહેવામાં આવે છે.

સામાન્ય રીતે ઉપર ની વિશેષ પરિસ્થિતિ 2 થી 60 વર્ષ ની વ્યક્તિમાં કોઈક complications થાય ત્યારે જોવા મળે છે, જેમાં આંતરડામાં infection, આંતરડામાં અવરોધ (intestinal obstruction) અથવા નાભિ માંથી પરૂ અથવા પાણી નીકળવું જેવી પરિસ્થિતિ જોવા મળે છે.

Meckel’s Diverticulum અને umbilical sinus એ બંને
2% માં જોવા મળે છે ane તેમાં પણ તેના કારણ થી આંતરડામાં અવરોધ (intestinal obstruction) ખૂબ જ rare પરિસ્થિતિ છે.

આપણા 3 વર્ષનાં બાળ દર્દીને 7 દિવસ થી સતત ઉલ્ટી, પેટમાં દુખાવો, પેટ ફૂલી જવું , ઝાડો બંધ થઈ જવો જેવી તકલીફો રહેતી હતી, private હોસ્પિટલમાં બતાવ્યું, દાખલ થયા, ઇન્જેક્શન પણ અપાયા પરંતુ રોગ પકડાતો ન હતો, તેથી તે એલ. જી
હોસ્પિટલમાં બતાવા આવ્યા જ્યાં દર્દીએ opd માં જ ઉલટી કરી, જેથી તેને દાખલ કરીને લોહી ના રિપોર્ટ, સોનોગ્રાફી કરાવ્યા જેમાં આંતરડામાં અવરોધ સિવાય કાંઈ આવ્યું નહી જેથી દવાઓ ચાલુ રાખી સી ટી સ્કેન કરાવાનો નિર્ણય લેવામાં આવ્યો જેમાં પણ નાના આંતરડામાં અવરોધ આવ્યો પરંતુ સ્પષ્ટ કારણ જણાતું ન હતું. Meckel’s Diverticulum થી એક ગોળ ફરતો band(દોરી આકાર) આંતરડા ની ફરતે બનતા તે આંતરડાને અવરોધ ઉભો થતો હોય છે. આ પરિસ્થિતિ સામાન્ય રીતે સી ટી સ્કેન મા દેખી શકાતી નથી. જેનાં માટે clinical diagnosis પર જ આધાર રાખવો પડતો હોય છે.

આમાં પણ દર્દી ને ઓપરેશનમાં લેવાનો નિર્ણય લીધો, કારણકે જો વધારે સમય રાહ જોવામાં આવે તો પેટમાં ચેપ ફેલાવાની, આંતરડામાં કાણું પડવાની અથવા ક્ષાર(Electrolytes imbalance) ની અનિયમિતતા તથા તેના કારણ કિડની પર અસર થઈ શકે છે . ઓપરેશનમાં Meckel’s Diverticulum ના band (દોરી) ના કારણથી intestine મા અવરોધ ઉભો થયેલો હતો તથા Umbilical sinus પણ બનેલું હતું. (આ પરિસ્થિતિ ખૂબ જ rare છે જે લગભગ <1% વ્યક્તિઓમાં જ જોવા મળે છે તથા તે જન્મજાત અથવા congenital હોય છે. )

આ band ને દૂર કરીને જે Meckel’s Diverticulum વાળો ભાગ આંતરડા થી દૂર કરીને આંતરડાને ફરીથી જોડવામાં આવ્યું, જેથી ફરીથી આ પરિસ્થિતિ ઉદ્ભવે નહીં.

બાળકો મા થતાં ઑપરેશન હમેશાં ખુબ જ કાળજીપૂર્વક કરવા પડે તથા આવી જૂજ જોવા મળતી પરિસ્થિતિ નું નિદાન કરવું અનુભવ અને ચીવટ માંગી લે છે.

સર્જરી વિભાગના વડા ડો અસિત પટેલ તથા ડૉ હિતેશ અંધારિયા (યુનિટ હેડ) ના માર્ગદર્શનમાં ડો તપન શાહ, ડો મુકેશ સુવેરા (યુનિટ હેડ), ડૉ આકાશ રાઠોડ,ડો ધ્રુવેશ શેઠ, ડૉ નિશીત ચૌધરી તથા ડો ધવલ મનુન્દ્રા તથા સર્જરી યુનિટ ના અન્ય ડોક્ટર તથા એનેશ્થેશિયા વિભાગના ડોક્ટર દ્વારા સફળ પાડવામાં આવી, હાલમાં દર્દીની પરિસ્થિતિ સારી છે અને ટૂંક સમયમાં હોસ્પિટલમાં થી રજા આપવામાં આવશે.

દર વર્ષે સર્જરી વિભાગ, એલ. જી. હોસ્પિટલમાં 300 થી વધુ pediatric (બાળકો ના) ઑપરેશન emergency અને planned કરવામાં આવે છે.

Exit mobile version