Site icon Time News

રાજકોટમાં 14 વર્ષની સગીરાને રમતાં-રમતાં આવ્યો હાર્ટ એટેક; સારવાર દરમિયાન નીપજ્યું કરુણ મોત

હાલના સમયમાં નાની ઉંમરે હાર્ટ એટેક આવવાના કિસ્સાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે, ત્યારે  જામનગરના ચાંદી બજાર વિસ્તારમાં રહેતી માત્ર 14 વર્ષીય સગીરાનું રાજકોટ ખાતે મામાના ઘરે રમતાં-રમતાં અચાનક હાર્ટ એટેક આવવાના કારણે મોત નીપજ્યું છે. આ અકાળ અવસાનથી પરિવાર સહિત સમગ્ર પંથકમાં ભારે અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું છે.

ળતી માહિતી અનુસાર, જામનગર શહેરના ચાંદી બજાર મોટી ફળી નજીક રહેતા રાજેશ મોદીની 14 વર્ષીય પુત્રી આનંદી મોદી રાજકોટ ખાતે મામાના ઘરે પુરુષોત્તમ માસના ધાર્મિક પ્રસંગે ગઈ હતી. રવિવાર (સાતમી જૂન)ની સાંજે પરિવારના સભ્યો સાથે તે બહાર રેસ્ટોરન્ટમાં જમવા માટે ગઈ હતી. જમ્યા બાદ હોટેલ પરિસરમાં જ તે અન્ય બાળકો સાથે રમી રહી હતી, તે દરમિયાન દોડતાં-દોડતાં અચાનક જ જમીન પર ઢળી પડી હતી.

આનંદી અચાનક બેભાન થઈને ઢળી પડતાં પરિવારજનોના જીવ અધ્ધર થઈ ગયા હતા. તેને તાત્કાલિક લોહીલુહાણ સ્થિતિમાં સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જોકે, હોસ્પિટલ ખાતે તબીબોના તમામ સઘન પ્રયાસો છતાં આનંદીને બચાવી શકાઈ નહોતી અને સારવાર દરમિયાન જ તેનું મોત નીપજ્યું હતું. પ્રાથમિક તબીબી તપાસમાં બાળકીનું મોત હાર્ટ એટેકના કારણે થયું હોવાનું સામે આવ્યું છે.

નાની ઉંમરે હાર્ટ એટેકના વધતા કેસોથી ચિંતાની લાગણી

માત્ર 14 વર્ષની ફૂલ જેવી દીકરીના અચાનક વિદાયથી મોદી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે અને પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું છે. છેલ્લા કેટલાક સમયથી નાની ઉંમરના બાળકો, કિશોરો અને યુવાનોમાં પણ હૃદય સંબંધિત આવી ગંભીર સમસ્યાઓ અને અચાનક મોતના બનાવો પ્રકાશમાં આવી રહ્યા છે, જેને પગલે વાલીઓ અને સામાન્ય લોકોમાં ભારે ચિંતા વ્યાપી ગઈ છે.

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: http://આંતરરાષ્ટ્રીય કટોકટીની અસર: રાંધણ ગેસના ભાવ હજુ વધશે, સામાન્ય જનતા પર મોંઘવારીનો માર

Exit mobile version