Site icon Time News

Ahmedabad: અમદાવાદમાં 1 દિવસનો નવજાત અને 8 મહિનાની બાળકી કોરોનાગ્રસ્ત, ICUમાં કરાયા દાખલ

દેશ-દુનિયામાં કોરોનાના વધતા કેસને લઈને લોકોની ચિંતામાં વધારો થયો છે. આ દરમિયાન એક ચોંકાવનારી  માહિતી અમદાવાદ માંથી સામે આવી છે. જેમાં અમદાવાદમાં એક દિવસના નવજાતને કોવિડ પોઝિટિવ આવ્યો છે. જોકે, બાળકની માતાનો કોવિડ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જોકે, બાળક જન્મ્યુ ત્યારે માતા કોવિડ પોઝિટિવ હતી પરંતુ બાળકના જન્મ બાદ માતાનો ફરી રિપોર્ટ કરતા માતાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો પરંતુ બાળકનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હાલ, બાળકનું વજન ઓછું હોવાના કારણે તેને ICUમાં રાખવામાં આવ્યું છે. 

હાલ, અમદાવાદના સોલા સિવિલમાં 2 કોવિડ પોઝિટિવ દર્દીની સારવાર થઈ રહી છે. જેમાંથી એક નવજાત બાળક છે અને અન્ય એક 23 વર્ષની મહિલા છે. હાલ, બાળક અને મહિલા બંનેને ઑબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. 

આ પણ વાંચો, Police will be present for safety during the trip: પ્રવાસ દરમિયાન સેફ્ટી માટે બે પોલીસ કર્મીઓ રહેશે હાજર, સ્કૂલોએ સમગ્ર કાર્યક્રમની જાણ પોલીસ સ્ટેશનમાં કરવી પડશે

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version