સરખેજમાં રિયલ ‘દૃશ્યમ’: પતિની લાશ ઘરમાં જ સંતાડી, પત્નીએ એક વર્ષ સુધી પોલીસને ગેરમાર્ગે દોરી

અમદાવાદમાં એક વર્ષ અગાઉ પતિ ગુમ થયાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. શંકાસ્પદ લાગતા કિસ્સામાં ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરી ફરિયાદી મહિલાના ઘરના રસોડામાં ખોદકામ કરાવતાં પતિનું હાજપિંજર મળી આવ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચે મહિલા-પ્રેમીની ઊંડી પૂછપરછ હાથ ધરી છે.

સરખેજની ફતેવાડી કેનાલ રોડ ઉપર આવેલા મકાનમાં રહેતો સમીર બિહારી નામનો યુવક લાપતા થયો હોવાની ફરિયાદ પોલીસને મળી હતી. સમીરની પત્નીએ લગભગ એક વર્ષ પહેલાં પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નોંધાવી હતી. ક્રાઇમ બ્રાન્ચની ટીમે ખાનગી રીતે વૉચ રાખવાનું શરૂ કર્યું હતું. સ્થાનિક વિસ્તારમાં રૂબીને કોઈની સાથે પ્રેમ હોવાની લોકચર્ચા સાંભળવા મળી હતી. એવામાં બાતમીદાર થકી ખબર મળી હતી કે, સમીર બિહારીની હત્યા થઈ હોઈ શકે છે અને કંઈક ગંભીર મામલો છે.

ક્રાઇમ બ્રાન્ચની ટીમે રૂબી અને તેની સાથે રહેતા ઈમરાન નામના શખસની કડક પૂછપરછ કરી હતી. પૂછપરછમાં બંને ભાંડી પડતાં મૃતક સમીર બિહારી અને રૂબી જ્યાં રહેતા હતા તે ઘરના રસોડામાં ખોદકામ કરવામાં આવ્યું હતું. ખોદકામ કરતાં રસાડોમાંથી હાડપિંજર મળી આવ્યું હતું. પતિ ગુમ થયાની જાહેરાત કરનાર પત્ની રૂબી અને તેના પ્રેમી ઈમરાને હત્યા કરી સમીર બિહારીની લાશ ઘરમાં જ દાટી દીધી હોવાની પ્રાથમિક વિગતો વચ્ચે ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *