રાષ્ટ્રીય કક્ષાના વિજેતા હરદોલ મલખમ ગ્રુપે સિદ્ધુ અને મલાઈકાને આશ્ચર્યચકિત કર્યું!

ઇન્ડિયા’ઝ ગોટ ટેલેન્ટની નવી સીઝનમાં કેટલીક અદ્ભુત પ્રતિભાઓ જોવા મળશે, જે દર્શકોને ભારતીય ટેલિવિઝન પર અત્યાર સુધી જોયેલી કેટલીક સૌથી અદ્ભુત પરફોર્મન્સ આપશે. મલખમ પરફોર્મ કરતા નાના બાળકોનો ગ્રુપ હરદોમ મલખમ શોમાં જોવા મળશે. આ ગ્રૂપે બહુવિધ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ઘણા મેડલ જીત્યા છે.

હરદોમ મલખમ ગ્રુપની મંત્રમુગ્ધ કરનાર પરફોર્મન્સથી આશ્ચર્યચકિત નવજોતસિંહ સિદ્ધુએ કહ્યું, “મેં, પ્રથમ વખત, આટલા બધા લોકોના ગ્રુપમાં આટલું મહાન સંકલન જોયું છે. ઘણી તાકાત હતી. સરદાર ખુશ હુઆ.”


મલાઈકાએ ઉમેર્યું, “આ સ્ટેજ પર તમારી પરફોર્મન્સ તમે જીતેલા દરેક મેડલને યોગ્ય ઠેરવે છે. ખબર નહીં કેમ આ ગ્રુપને માન્યતા નથી મળી, પણ હું તમને ખાતરી આપી શકું છું કે આ એક્ટ પછી બધા તમને ઓળખશે.”

ઇન્ડિયા’ઝ ગોટ ટેલેન્ટની નવી સીઝનનું પ્રીમિયર 4 ઓક્ટોબર 2025 ના રોજ રાત્રે 9:30 વાગ્યે, દર શનિવાર અને રવિવારે સોની એન્ટરટેનમેન્ટ ટેલિવિઝન અને Sony LIV પર થશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *