Bollywood: મા બનવા જઈ રહી છે કેટરિના કૈફ? ખુદ વિક્કી કૌશલે શેર કરી તસવીર, જુઓ Photo

કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા પછી બોલિવૂડના સૌથી પ્રિય કપલ કેટરિના કૈફ અને વિક્કી કૌશલ (Vicky Kaushal-Katrina Kaif) પણ હવે તેમના જીવનના એક નવા તબક્કામાં પ્રવેશવા માટે તૈયાર છે. આખરે વિક્કી કૌશલ અને કેટરિના કૈફે ચાહકો સાથે ગુડ ન્યૂઝ શેર કરી દીધા છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી છે. લગ્નના ચાર વર્ષ પછી, વિક્કી અને કેટરિના હવે માતાપિતા બનવા જઈ રહ્યા છે. તેમને ચાહકો અને સેલિબ્રિટીઓ તરફથી અનેક અભિનંદન મળી રહ્યા છે.

ઘણા સમયથી મીડિયામાં કેટરિના કૈફની પ્રેગ્નન્સીની ચર્ચાઓ ચાલી રહી હતી. ત્યારે હવે અભિનેત્રીએ જાતે જ પોતાની પ્રેગ્નન્સી વિશે ખુલાસો કર્યો છે. તાજેતરમાં, જ્યારે કેટરિના કૈફ વિક્કી કૌશલ (Vicky Kaushal-Katrina Kaif) સાથે ફેરી દ્વારા અલીબાગ જઈ રહી હતી, ત્યારે સોશિયલ મીડિયા પર કેટરિના કૈફની પ્રેગ્નન્સીની ચર્ચાઓ ઉઠી હતી. જો કે ત્યારે બંનેએ આ અંગે કોઈ જ ખુલાસો કર્યો ન હતો.

કેટરિના કૈફ અને વિકી કૌશલે તેમના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક સુંદર પોસ્ટ શેર કરીને તેમના બેમાંથી ત્રણ થવાના સમાચાર શેર કર્યા છે. ફોટોમાં કેટરિના કૈફ વ્હાઇટ વી-નેકલાઇન બોડીકોન ડ્રેસમાં તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી દેખાઈ રહી છે. જયારે વિક્કી તેની પત્નીના બેબી બમ્પને પકડીને પોઝ આપતો દેખાઈ રહ્યો છે.

આ ફોટોમાં વિક્કી અને કેટરિના ખૂબ ખુશ દેખાઈ રહ્યા છે. માતા બનવાની ખુશી અને પ્રેગ્નન્સીની ચમક કેટરિનાના ચહેરા પર સ્પષ્ટપણે જોઈ શકાય છે. આ કપલે ફોટો સાથે એક કેપ્શન લખ્યું, “ખુશી અને ગ્રેટીટ્યુડ સાથે, અમે અમારા જીવનનો શ્રેષ્ઠ અધ્યાય શરૂ કરવા જઈ રહ્યા છીએ.”

આ પણ વાંચો, Gandhinagar નર્મદા કેનાલ પાસે યુવકની હત્યા કરનાર સાયકો કિલર ઝડપાયો, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે વિપુલ પરમારની ધરપકડ કરી

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *