‘ભારે વરસાદ’ના વધુ એક રાઉન્ડ માટે ગુજરાત તૈયાર રહે, તારીખો નોટ કરી લેજો

રાજ્યમાં હાલ ફરી એક વખત ચોમાસાની ઝાપટા જેવી આગાહી જોવા મળી રહી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 24 કલાકથી ભારે વરસાદ વરસી રહ્યો છે. ડાંગ જિલ્લામાં તો ધોધમાર વરસાદ વરસતાં નદીઓમાં પૂર આવી ગયું છે અને અનેક ગામોમાં પાણી ઘૂસી ગયા છે. આહવામાં તો 4 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગ મુજબ, હાલ બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સર્જાઈ છે અને વધુ એક મજબૂત સિસ્ટમ પણ જોવા મળી રહી છે. આ બીજી સિસ્ટમ વધુ શક્તિશાળી બનશે અને ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધશે.

હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આવતા 24 કલાકમાં રાજ્યના અનેક જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૂચ, વડોદરા અને છોટાઉદેપુરમાં ભારે વરસાદની સંભાવના છે. અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, ખેડા અને આણંદ સહિતના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી, જામનગર, જૂનાગઢ, રાજકોટ, ભાવનગર, બોટાદ, મોરબી અને સુરેન્દ્રનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.હવામાન વિભાગના અનુમાન મુજબ, 25 સપ્ટેમ્બરના આસપાસ બંગાળની ખાડીમાં સર્જાતી સિસ્ટમ ડિપ્રેશનમાં ફેરવાશે અને આંધ્રપ્રદેશ તરફ ખસેડાશે. તેની અસર ગુજરાતમાં 27 સપ્ટેમ્બરથી જોવા મળશે. જો આ સિસ્ટમ મજબૂત જ રહેશે તો 27 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી ગુજરાતમાં ભારે વરસાદનો રાઉન્ડ જોવા મળી શકે છે. બીજી તરફ ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાંથી 24 કલાક પછી ચોમાસું વિદાય લેવાની શરૂઆત થશે.

ડાંગ જિલ્લામાં નવરાત્રિના પ્રથમ દિવસે વરસાદે ભારે તબાહી મચાવી હતી. અંબિકા નદીમાં ઘોડાપૂર આવ્યું હતું અને બાર ખાંધીયા ગામમાં નદીનું પાણી સીધું ઘર સુધી પહોંચી ગયું હતું. અનેક લો-લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. વઘઈ-આહવા રોડ પર પાણી ફરી વળતાં વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. માછલી ખાતર ગામ નજીક પૂર્ણા નદીના પાણી ફરી વળતાં રસ્તાઓ પર અવરજવર અટકી ગઈ હતી.

આ પણ વાંચો, Bollywood: મા બનવા જઈ રહી છે કેટરિના કૈફ? ખુદ વિક્કી કૌશલે શેર કરી તસવીર, જુઓ Photo

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *