Ahmedabad

અમદાવાદ વિમાન દુર્ઘટનાને લઇ સુપ્રીમ કોર્ટમાં અરજી, ડેટા સાર્વજનિક કરવાની માંગ

અમદાવાદમાં 12 જૂન 2025ના રોજ બનેલી એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાને લઇને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે.અરજીમાં તપાસની પારદર્શિતા પર સવાલ ઉઠાવતા તમામ ટેકનિકલ ડેટા સાર્વજનિક કરવા અને સ્વતંત્ર જાણકારોની નિયુક્તીની માંગ કરવામાં આવી છે.

એર ઇન્ડિયાનું આ વિમાન અમદાવાદથી લંડન માટે ટેકઓફ થયાની ગણતરીની મિનિટોમાં જ તૂટી પડ્યું હતું. આ દુર્ઘટનામાં 229 મુસાફર, 12 ક્રૂ મેમ્બર અને 19 સ્થાનિક લોકો સહિત કૂલ 260 લોકોના મોત થયા હતા. આ દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ નિધન થયું હતું.અરજીમાં કહેવામાં આવ્યું કે તપાસ એજન્સી તરફથી જે પ્રાથમિક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે તેમાં કેટલીક મહત્ત્વની વાતો સામે લાવવામાં આવી નથી. ઉદાહરણ તરીકે બ્લેકબોક્સમાંથી મળેલો ડેટા શેર કરવામાં આવ્યો નથી અને કોકપિટની વાતચીતની પુરી ટ્રાન્સક્રિપ્ટ પણ જાહેર કરવામાં આવી નથી. રિપોર્ટમાં સીધી રીતે પાયલોટને દોષી ઠેરવવામાં આવ્યો છે જ્યારે ટેકનિકલ ખામી અને વિમાનની સિસ્ટમ સાથે જોડાયેલી ગડબડની યોગ્ય તપાસ જ કરવામાં આવી નથી.

અરજીમાં મુખ્ય માંગ કરવામાં આવી

આ અરજી ‘સેફ્ટી મેટર્સ ફાઉન્ડેશન’ નામની સંસ્થા દ્વારા દાખલ કરવામાં આવી છે. સંસ્થાનું કહેવું છે કે આ દુર્ઘટના માત્ર પાયલોટની ભૂલ ગણાવીને ખતમ ના કરી શકાય.સુપ્રીમ કોર્ટને માંગ કરવામાં આવી કે કેન્દ્ર સરકાર અને સંબંધિત એજન્સીઓને તપાસના આદેશ આપવામાં આવે કે તે વિમાન સાથે જોડાયેલો તમામ ટેકનિકલ ડેટા, ફ્લાઇટ ડેટા રેકોર્ડર અને કોકપિટ વોઇસ રેકોર્ડરની પુરી જાણકારી સાર્વજનિક કરે. સાથે જ સ્વતંત્ર અને આંતરરાષ્ટ્રીય સ્તરના જાણકારોને તપાસ માટે નિયુક્ત કરવામાં આવે.

અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આ રીતની દુર્ઘટનાની તપાસનો અર્થ માત્ર દોષ નક્કી કરવાનો નથી પણ ભવિષ્યની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો હોવો જોઇએ. જો તમામ તથ્યોને નજરઅંદાજ કરવામાં આવ્યા તો આ માત્ર પીડિત પરિવારો સાથે અન્યાય હશે પણ આવનારા સમયમાં હવાઇ મુસાફરી કરનારા લોકોની સુરક્ષા પણ ખતરામાં પડી જશે.

પીડિત પરિવાર અને મુસાફરોને અધિકાર

અરજી કરનારનું કહેવું છે કે આ ઘટના માત્ર એક દુર્ઘટનાની તપાસ સુધી સીમિત નથી. આ દરેક તે મુસાફર સાથે જોડાયેલી છે જે ભારતમાં હવાઇ મુસાફરી કરે છે. જ્યારે લોકો વિમાનમાં બેસે છે તો તેમણે વિશ્વાસ હોય છે કે તેમની સુરક્ષાની પુરી જવાબદારી સરકાર અને એરલાઇન્સની છે પરંતુ જો તપાસ નિષ્પક્ષ અને પારદર્શી નહીં હોય તો આ વિશ્વાસ તૂટી જશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button