દૂધ, ઘી, પનીર, અથાણું… બધું મળશે સસ્તું, ઘણી વસ્તુઓના ભાવ ઘટાડાનું કરાયું મોટું એલાન

જ્યારથી સરકારે જીએસટીના રેટમાં ઘટાડો કર્યો છે ત્યારથી ઘણી બધુ વસ્તુઓ સસ્તી થઈ છે જેમાં હવે વધુ એકનો ઉમેરો થયો છે. ગ્રાહકોને જીએસટી ઘટાડાનો લાભ આપતાં મધર ડેરીએ દૂધના ભાવમાં લીટરે 2 રુપિયાનો ઘટાડો જાહેર કર્યો છે.

મધર ડેરીએ તેના 1 લિટર ટોન્ડ ટેટ્રા પેક દૂધની કિંમત 77 રૂપિયાથી ઘટાડીને 75 રૂપિયા કરી દીધી છે. દૂધની ઉપરાંત આ ઉપરાંત, ઘી અને ચીઝ સહિત અન્ય વસ્તુઓના ભાવ પણ ઘટાડવામાં આવ્યા છે. તે ઉપરાંત મધર ડેરીએ ઘી, પનીર, માખણ, અથાણાના ભાવમાં પણ ઘટાડો કર્યો છે.સરકારે ૩ સપ્ટેમ્બરના રોજ GST સુધારાની જાહેરાત કરી હતી અને તમામ આવશ્યક ચીજવસ્તુઓ પર કર ઘટાડા અંગે માહિતી શેર કરી હતી.

નાણામંત્રીએ કહ્યું હતું કે નવા GST દર ૨૨ સપ્ટેમ્બરથી લાગુ થશે અને દૂધ, ચીઝથી લઈને AC-TV સુધીની દરેક વસ્તુ સસ્તી થશે.ઉલ્લેખનીય છે કે જીએસટી ઘટાડા બાદ ઘણી બધુ વસ્તુઓ સસ્તી થઈ છે. આ ક્રમમાં હવે મધર ડેરીએ તેની તમામ ચીજોના ભાવમાં ઘટાડો કર્યો છે. ઉલ્લેખનીય છે કે કાર કંપનીઓ પણ ગ્રાહકોને રાહત આપી છે અને ઘણી બધી કારના ભાવના ઘટાડો કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *