અમદાવાદમાં ગુનેગારોનો પોલીસને ખુલ્લો પડકાર, પોલીસ સ્ટેશનથી માત્ર 200 મીટરના અંતરે યુવકની ક્રુર હત્યા

 અમદાવાદના પાલડી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો ઊભા થયા છે. પોલીસ સ્ટેશનથી માત્ર 200 મીટરના અંતરે એક યુવકની જાહેરમાં ઘાતકી હત્યા કરવામાં આવી છે, જેના કારણે આખા શહેરમાં ખળભળાટ મચી ગયો છે.

શું છે સમગ્ર મામલો ?

આ અંગે વિગતે વાત કરીએ તો, અમદાવાદના પાલડી ભઠ્ઠા વિસ્તારમાં નંબર પ્લેટ વગરની કારમાં આવેલા અસામાજિક તત્ત્વોએ નૈસલ ઠાકોર નામના યુવકની નિર્દયતાથી હત્યા કરી. હુમલાખોરોએ પહેલા પોતાની કારથી નૈસલને ટક્કર મારી. ત્યારબાદ તેઓ કારમાંથી નીચે ઉતરીને તીક્ષ્ણ હથિયારો (ધારિયાં અને છરી) વડે તેના શરીર પર આડેધડ ઘા ઝીંક્યા.

નૈસલ ઠાકોર જીવ બચાવવા માટે ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે હુમલાખોરોએ તેને ફરી પકડીને તેના શરીર પર આઠ જેટલા ઘા માર્યા અને ત્યારબાદ તેના પર કાર ચઢાવીને ફરાર થઈ ગયા.

આ ઘટના પાલડી પોલીસ સ્ટેશનથી માત્ર 200 મીટરના અંતરે બની હોવાથી પોલીસની રાત્રિ પેટ્રોલિંગ અને કાયદો-વ્યવસ્થા જાળવવાની કામગીરી પર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. જાહેરમાં થયેલા આ ઘાતકી ગુનાએ શહેરમાં ગુનેગારોનો પોલીસ પ્રત્યેનો ડર ઓછો થયો હોવાનું સ્પષ્ટપણે લાગી રહ્યું છે.હાલમાં, પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે, પરંતુ આ ઘટનાએ અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કેટલી કથળી છે તે છતું કર્યું છે.

આ પણ વાંચો, Horoscope: આર્થિક સ્થિતિ મજબૂત રહેશે, આ રાશિના જાતકોને વાહન ખરીદીના યોગ, જુઓ રાશિ ભવિષ્ય

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *