નેપાળ બાદ ફ્રાન્સ ભડકે બળ્યું, સરકાર સામે પ્રદર્શન: એક લાખ લોકો રસ્તા પર ઉતર્યા, ઘણી જગ્યાએ આગચંપી

નેપાળ બાદ ફ્રાન્સમાં પણ સરકાર સામે વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયા છે. દેશવ્યાપી લોકડાઉનના સમર્થનમાં અને રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનના રાજીનામાની માંગણી સાથે 1 લાખથી વધુ લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે.
પ્રદર્શનકારીઓએ ઘણી જગ્યાએ આગચંપી પણ કરી છે. સરકારે 80 હજાર પોલીસકર્મીઓને તહેનાત કર્યા છે. અત્યાર સુધીમાં 200થી વધુ પ્રદર્શનકારીઓઓની ધરપકડ કરવામાં આવી છે.
સોશિયલ મીડિયા પર બ્લોક એવરીથિંગ મોમેન્ટ શરૂ થઈ. આમાં, 10 સપ્ટેમ્બરના રોજ દેશભરમાં બધું બંધ રાખવાની અપીલ કરવામાં આવી હતી. આ આંદોલન ફ્રાન્કોઇસ બાયરોની બજેટ નીતિઓ સામે શરૂ કરવામાં આવ્યું હતું, જેમણે વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપ્યું હતું.
- રાષ્ટ્રપતિ મેક્રોને રક્ષા મંત્રી લેકોર્નુને નવા વડાપ્રધાન બનાવ્યા
ફ્રાન્સમાં, રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને રક્ષા મંત્રી લેકોર્નુને નવા વડાપ્રધાન બનાવ્યા છે. સેબેસ્ટિયન લેકોર્નુને રાષ્ટ્રપતિ મેક્રોનના નજીકના માનવામાં આવે છે. તેમણે મેક્રોનના ઘણા મિશનને સફળ બનાવ્યા છે.
ફ્રાન્સમાં એક વર્ષમાં ચોથી વખત નવા વડાપ્રધાનની નિમણૂક કરવામાં આવી છે. સોમવારે, વડાપ્રધાન ફ્રાન્કોઇસ બાયરોએ વિશ્વાસ મત ગુમાવ્યા બાદ રાજીનામું આપ્યું હતું.
આ પણ વાંચો, ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ વિરૂદ્ધ ધરપકડ વોરંટ ઇશ્યુ, જાણો શું છે કારણ