રાજકોટથી કેદારનાથ ગયેલા સૌરાષ્ટ્રના 47 શ્રદ્ધાળુઓ ફસાયા, સામે આવ્યાં સૌથી મોટા સમાચાર

સૌરાષ્ટ્રના શ્રદ્ધાળુઓ માટે કેદારનાથની યાત્રા મુશ્કેલીભરી બની રહી હોવાના સમાચાર સામે આવ્યા છે. ખરાબ હવામાન અને વિષમ પરિસ્થિતિને કારણે રાજકોટ, મોરબી અને જામનગરના કુલ 47 યાત્રાળુઓ કેદારનાથ નજીક ગૌરીકુંડ ખાતે ફસાયા હોવાના સમાચાર છે.

 સતત વરસતા વરસાદને કારણે માર્ગ કાદવથી ભરાઈ ગયો હતો અને પહાડી વિસ્તારોમાં પાણીના પ્રવાહને કારણે વાહન વ્યવહાર પણ અટકી ગયો હતો. જોકે, હાલમાં રસ્તો ખુલ્લો થતા તેઓએ રાહત અનુભવી છે અને તેઓ ગૌરીકુંડથી સોનપ્રયાગ જવા રવાના થયા છે. તંત્ર તરત જ હરકતમાં આવ્યું હતું. તંત્રએ વિશેષ ટીમ મોકલીને રસ્તો ખાલી કરાવ્યો અને તમામ શ્રદ્ધાળુઓને સુરક્ષિત સ્થળે ખસેડ્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *