ગુજરાતમાં ચોમાસાની ઋતુ હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી, સિઝનનો 90.81 ટકા વરસાદ નોંધાયો

ગુજરાતમાં ચોમાસાની ઋતુ હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી રહી છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, 25 સપ્ટેમ્બરની આસપાસ ગુજરાતમાંથી ચોમાસું વિદાય લઈ શકે છે. ઓગસ્ટના અંત સુધીમાં રાજ્યમાં સિઝનનો 90.81 ટકા વરસાદ નોંધાયો છે, જ્યારે 96.29 ટકા વાવેતર પૂર્ણ થયું છે. આ વર્ષે કપરાડામાં સૌથી વધુ 2785 મીમી વરસાદ નોંધાયો હતો.

જ્યારે શંખેશ્વરમાં સૌથી ઓછો 240 મીમી વરસાદ નોંધાયો છે.4 સપ્ટેમ્બર સુધી દક્ષિણ, મધ્ય, પૂર્વ અને ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર, ભાવનગર અને બોટાદમાં 20 મીમી સુધીનો વરસાદ થવાની સંભાવના છે.સાથે જ પાંચથી 11 સપ્ટેમ્બર સુધીમાં દક્ષિણ, મધ્ય અને પૂર્વ ગુજરાતમાં દરરોજ આશરે 10 મીમી વરસાદ નોંધાય તેવી શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *