‘વિદેશી કંપનીઓ ભારતમાં કાર બનાવી રહી છે,મેક ઇન ઇન્ડિયા મિશનમાં સુઝુકીનું મોટું યોગદાન’-PM મોદી

Oplus_131072

વડાપ્રધાન મોદીએ હાંસલપુર ખાતે સુઝુકી મોટર્સના ગ્લોબલ બેટરી ઇલેક્ટ્રીક વ્હીકલને ફ્લેગ-ઓફ તથા TDS લિથિયમ-આયન બેટરી પ્લાન્ટ ખાતે હાઇબ્રીડ બેટરી ઇલેક્ટ્રોડ્સના ઉત્પાદનનો પ્રારંભ કરાવ્યો હતો.PM મોદીએ કહ્યું કે, આજથી ભારતમાં બનેલા ઇલેક્ટ્રિક વ્હીકલ 100 દેશોને એક્સપોર્ટ કરવામાં આવશે.આજે હાઇબ્રિડ બેટરી ઇલેક્ટ્રોલ મેન્યુફેક્ચરીંગ પણ સ્ટાર્ટ થઇ રહ્યું છે. આજનો દિવસ ભારત અને જાપાનની ફ્રેન્ડશિપને પણ નવો આયામ આપી રહ્યો છે. હું તમામ દેશવાસીઓને, જાપાનને, સુઝુકી કંપનીને શુભકામના પાઠવું છું.

ભારતની સક્સેસસ્ટોરીના બિજ 13 વર્ષ પહેલા વાવવામાં આવ્યા હતા. 2012માં જ્યારે હું મુખ્યમંત્રી હતો તે સમયે મારૂતિ સુઝુકીને હાંસલપુરમાં જમીન ફાળવી હતી. વિઝન તે સમયે પણ આત્મનિર્ભર ભારતનું હતું, મેક ઇન ઇન્ડિયાનું હતું. અમારા ત્યારના પ્રયાસો આજે દેશના સંકલ્પને પૂર્ણ કરવામાં આટલી મોટી ભૂમિકા નીભાવી રહ્યા છે.

સુઝુકી જાપાન ભારતમાં મેન્યુફેક્ચરિંગ કરી રહ્યું છે અને તે ગાડીઓ જાપાનને એક્સપોર્ટ કરવામાં આવી રહી છે. આ જાપાન અને ભારતના સંબંધોની મજબૂતિ છે. ભારતને લઇને ગ્લોબલ કંપનીઓના વિશ્વાસને પણ તમારી સામે પ્રસ્તૃત કરે છે. એક રીતે મારૂતિ સુઝુકી જેવી કંપનીઓ મેક ઇન ઇન્ડિયાની બ્રાન્ડ એમ્બેસેડર બની ચુકી છે. સતત ચાર વર્ષથી મારૂતિ ભારતની સૌથી મોટી કાર એક્સપોર્ટર છે. આજથી EV એક્સપોર્ટને પણ તે સ્કેલ પર લઇ જવાની શરૂઆત થઇ રહી છે. હવે દુનિયાના ડઝન દેશોમાં EV ચાલશે તેમાં લખેલુ હશે મેડ ઇન ઇન્ડિયા.

EVનો પ્લાન્ટ બેટરી છે. કેટલાક સમય પહેલા સુધી ભારતમાં બેટરી પુરી રીતે ઇમ્પોર્ટ થતી હતી. EV મેન્યુફેક્ચરિંગને મજબૂતી આપવા આ જરૂરી હતું કે ભારત બેટરીનું પણ નિર્માણ કરે. આ વિઝનને લઇને 2027માં TDSG પ્લાન્ટનો પાયો નાખશે. ત્રણ જાપાની કંપની મળીને ભારતમાં પ્રથમ વખત સેલ મેન્યુફેક્ચરિંગ કરશે.

મને યાદ છે 20 વર્ષ પહેલા જ્યારે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ શરૂ કરી હતી ત્યારે જાપાન એક મુખ્ય સહયોગી હતો. તમે વિચાર કરો એક ડેવલપમેન્ટ દેશનો નાનો દેશનું ઇન્વેસ્ટમેન્ટ સમિટ, જાપાન જેવો ડેવલપ કન્ટ્રી તેનો પાર્ટનર બને તે બતાવે છે કે ભારત-જાપાનનો પાયો કેટલો મજબૂત છે. હું જ્યારે આ વાઇબ્રન્ટ ગુજરાતની યાત્રાને યાદ કરૂ છું ત્યારે મારા મિત્ર અહીં બેઠા છે તે ભારતના એમ્બેસેડર હતા 2003માં તે આજે અહીં હાજર છે તેમનો ગુજરાત પ્રેમ-ભારત પ્રેમ એવો ને એવો જ છે.

જ્યારે હું ગુજરાતમાં હતો ત્યારે નાની વસ્તુઓ પર ધ્યાન રાખતો હતો. હું મારૂ વિઝિટિંગ કાર્ડ પણ જાપાનીમાં બનાવતો હતો. વીડિયો બનાવતા હતા પ્રમોશનલ તે જાપાની ભાષામાં ડબિંગ કરાવતો હતો. મને આ રસ્તા પર મજબૂતીથી આગળ વધવાનું છે. આકાશ ખુલ્લુ છે તમે મહેનત કરો આવો મેદાનમાં ઘણો ફાયદો થશે.

જાપાનીઓને લઇને ગુજરાતમાં નવા 7-8 ગોલ્ડ કોર્સ ડેવલપ કર્યા

મને કહેવામાં આવ્યું કે જાપાનના લોકોને ગોલ્ફ વગર ચાલતું નથી. મે તેમને પણ પ્રાથમિકતા આપી અને જાપાની સાથીઓને ધ્યાનમાં રાખતા જે ગુજરાતમાં ગોલ્ફનું નામો નિશાન નહતું. 7-8 નવા ગોલ્ફ કોર્સ ડેવલપ કર્યા. વિકાસ કરવો છે, ઇન્વેસ્ટમેન્ટ લાવવું છે તો દરેક વસ્તુ પર ધ્યાન આપવું પડે છે.

આપણા દેશમાં કેટલાક રાજ્ય છે જે કરે છે. જે રાજ્ય પાછળ છે તેમને આગ્રહ છે તમે દરેક વસ્તુને ધ્યાનથી અવસર સમજો અને વિકાસની નવી દિશા પકડો. આટલું જ નહીં અમારી સ્કૂલમાં, કોલેજમાં, યૂનિવર્સિટીમાં મોટી સંખ્યામાં જાપાની ભાષા શીખવાડવામાં પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.

કેટલીક સ્કૂલોમાં જાપાની ભાષા શીખવાડવામાં આવી રહી છે. અમારા આ પ્રયાસોથી ભારત જાપાન વચ્ચે પીપલ ટુ પીપલ કનેક્ટ વધી રહ્યો છે. સ્કિલ અને હ્યુમન રિસોર્સ સાથે જોડાયેલી એક બીજાની જરૂરિયાતોને પણ પૂર્ણ કરી રહ્યા છીએ.

મારૂતિ સુઝુકી જેવી કંપનીઓ પણ આ પ્રયાસોનો ભાગ બને અને યુથ જેવા પ્રયાસોને વધારે આપણે આ રીતે આગામી સમયમાં મહત્ત્વના વિસ્તારોમાં આગળ વધવાનું છે. મને વિશ્વાસ છે અમારા આજના પ્રયાસ 2047ના વિકસિત ભારતના ઇમારતને નવી ઊંચાઇ પર લઇ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *