અમદાવાદમાં PM મોદીનો રોડ શો, નિકોલમાં જંગી સભા સંબોધશે

Oplus_131072

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી પહોંચ્યા છે. અમદાવાદ એરપોર્ટથી પીએમ મોદી હરિદર્શન ચાર રસ્તા પહોંચ્યા હતા. અહીંથી ભવ્ય રોડ શો શરુ થયો છે. તેમના રોડ શોને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી મોદીના રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. પીએમની એક ઝલક જોવા માટે લોકો ઉમટ્યા છે. હરિદર્શન ચાર રસ્તાથી રોડ શો શરુ થયો છે. પ્રધાનમંત્રીના રોડ શોમાં ઓપરેશન સિંદૂરની ઝલક જોવા મળી રહી છે.

પ્રધાનમંત્રી મોદીના રોડ શોમાં લોકો ઉમટી પડ્યા છે. નિકોલમાં પીએમ મોદી જાહેરસભાને સંબોધશે. પીએમ મોદીને આવકારવા માટે રસ્તાની બંને બાજુ લોકો ઉમટી પડ્યા છે.

પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીના રોડ શો દરમિયાન એમ્બ્યૂલન્સને રસ્તો આપવામાં આવ્યો હતો. હરિદર્શન ચાર રસ્તાથી રોડ શો શરુ થયો હતો. ત્રણ કિલોમીટર લાંબો રોડ શો છે.

એરપોર્ટ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સાથે જ રોડ શો સ્થળે પણ મોટી સંખ્યામાં લોકો પીએમ મોદીનું સ્વાગત કરતા જોવા મળ્યા. રોડ શો બાદ તેઓ નિકોલના ખોડલધામ ગ્રાઉન્ડમાં જવાના છે. જ્યાં તેઓ જંગી સભા સંબોધશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *