Banaskantha જિલ્લા કોંગ્રેસ સમિતિના નવા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતનો પદગ્રહણ સમારોહ યોજાયો

બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના નવા નિયુક્ત પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતનો પદગ્રહણ સમારોહ આજે પાલનપુરના લક્ષ્મીપુરા ખાતે આવેલી કડવા પાટીદાર સમાજની વાડી ખાતે ઉર્જાભર્યા માહોલમાં યોજાયો હતો.

આ પ્રસંગે અનેક રાષ્ટ્રીય અને પ્રદેશ સ્તરના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં AICCના રામકિશન ઓઝા, પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી, બનાસકાંઠાની લોકસભા સાંસદ ગેનીબેન ઠાકોર, ગુજરાત પ્રદેશ કાર્યકારી પ્રમુખ જીગ્નેશ મેવાણી, પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ, ધારાસભ્ય અમરતજી ઠાકોર, કાંતિભાઈ ખરાડી, ચંદનજી ઠાકોર, ઇન્દ્રવિજયસિંહ ગોહિલ સહિતના અગ્રણીઓ તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

જીગ્નેશ મેવાણીએ પદગ્રહણ કાર્યક્રમ પ્રસંગે જણાવ્યું કે, “રાહુલ ગાંધીના માર્ગદર્શન મુજબ પાર્ટીમાંથી ગદ્દાર લોકોને દૂર કરાશે અને સાચા કાર્યકરો સાથે સંગઠનને મજબૂત બનાવવામાં આવશે.” સાથે જ તેમણે ભાજપ સરકાર પર ગંભીર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા હતા.

ગુલાબસિંહ રાજપૂતનો સંકલ્પ
નવ નિયુક્ત પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે તેમના ઉદબોધનમાં જણાવ્યું હતું કે, “મને જે જવાબદારી કોંગ્રેસ પક્ષ દ્વારા અપાઈ છે તેને હું સૌને સાથે લઈ નિષ્ઠાપૂર્વક નિભાવીશ. જીલ્લા અને તાલુકા પંચાયત તેમજ નગરપાલિકા ચુંટણીઓમાં પાર્ટીને મજબૂત બનાવીશ.”

સાંસદ ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે આવનારી જિલ્લાપંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી દિવાળીના સમયે થવાની છે અને “ટિકિટ માત્ર ઈમાનદાર વ્યક્તિને જ આપવામાં આવશે.” તેમ જણાવી ભાજપ અને પોલીસ પર પણ આક્ષેપ કર્યો કે “બનાસકાંઠામાં કોંગ્રેસના કાર્યકરો પર ખોટી ફરિયાદો કરવાનું કામ પોલીસ કરે છે.”

બળદેવજી ઠાકોરે કહ્યું કે, “બનાસકાંઠાએ સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસનું નાક રાખ્યું છે અને ભાજપનું નાક કાપ્યું છે.”ગેનીબેન ઠાકોર ને જીતાડીને

ઇન્દ્રવિજયસિંહ ગોહિલે પણ જણાવ્યું કે, “બનાસકાંઠા જિલ્લામાંથી રાજ્યના રાજકારણને દિશા મળતી રહી છે.” અને આગામી સમયમાં બનાસકાંઠા ગુજરાત નવી દિશા આપશે

કાર્યક્રમમાં ભારે ભીડ અને ઉત્સાહ જોવા મળ્યો

કાર્યક્રમ દરમિયાન શહેર અને જિલ્લાના તમામ કોંગ્રેસી કાર્યકરો, આગેવાનો તથા સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ગુલાબસિંહ રાજપૂતને અભિનંદન પાઠવ્યા હતા.

આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ બનાસકાંઠા કોંગ્રેસે દમદાર શરૂઆત કરી છે અને સંગઠનને મજબૂત બનાવી સત્તાની લડત માટે તૈયાર થવાની સ્પષ્ટ રણનીતિ બતાવી છે…

આ પણ વાંચો, શોર્ટ્સમાં પાયલ રાજપૂતે કેમેરા સામે આપ્યા હટકે પોઝ

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *