સરકાર PM ધન-ધન્ય કૃષિ યોજના માટે 24 હજાર કરોડ અને ગ્રીન એનર્જી પર 20 હજાર કરોડ ખર્ચ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે કેન્દ્રીય મંત્રીમંડળે ત્રણ મહત્ત્વપૂર્ણ નિર્ણયોને મંજૂરી આપી. આ નિર્ણયો દેશની કૃષિ અર્થવ્યવસ્થા અને નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રને મજબૂત બનાવવાની દિશામાં લેવામાં આવ્યા છે. પહેલો નિર્ણય “પ્રધાનમંત્રી ધન-ધન્ય કૃષિ યોજના (PMDDKY)” સંબંધિત છે. સરકાર PM ધન-ધન્ય કૃષિ યોજના માટે 24 હજાર કરોડ અને ગ્રીન એનર્જી પર 27 હજાર કરોડ ખર્ચ કરશે.

આ યોજના હેઠળ, કૃષિ જિલ્લાઓના સર્વાંગી વિકાસ માટે 36 કેન્દ્રીય યોજનાઓના સંકલન દ્વારા દર વર્ષે 24,000 કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે. તેનો ઉદ્દેશ્ય ખેડૂતોની આવક વધારવાનો અને કૃષિ ક્ષેત્રને મજબૂત બનાવવાનો છે. બીજો મોટો નિર્ણય એ છે કે NTPC ને ગ્રીન એનર્જી ક્ષેત્રમાં રોકાણ માટે 20,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવાની મંજૂરી આપવામાં આવી છે.

આ ઉપરાંત, NLCIL ને 7,000 કરોડ રૂપિયાના રોકાણ સાથે નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રમાં વિસ્તરણ કરવાની મંજૂરી આપવામાં આવી છે.

આ પણ વાંચો, Ahmedabad: સાયન્સ સિટીમાં આવેલ રોબોટિક્સ ગેલેરી, એક્વેટિક ગેલેરી અને નેચર પાર્કની 4થી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *