Vadodara: માર્શલ આર્ટના ક્ષેત્રમાં નિષ્ણાંત ડોનાલ્ડ મેલ્વિલે વડોદરા શહેરનું નામ રોશન કર્યું

માર્શલ આર્ટના ક્ષેત્રમાં નિષ્ણાંત ડોનાલ્ડ મેલ્વિલે વડોદરા શહેરનું નામ રોશન કર્યું છે. ડોનાલ્ડે તાજેતરમાં હૈદરાબાદ ખાતે આવેલા નેશનલ પોલીસ એકેડેમી ખાતે તાલીમાર્થી IPS અધિકારીઓને UAC (અન આર્મ્ડ કોમ્બેટની) ત્રીજા તબક્કાની તાલીમ આપી હતી અને પરીક્ષા લીધી હતી.

વિવિધ અર્ધ લશ્કરી દળોથી માંડી પોલીસ ફોર્સને UAC ની તાલીમ આપવામાં નિપુણ ડોનાલ્ડ મેલવિલ માર્શલ આર્ટમાં વિશેષ સિધ્ધિઓ ધરાવે છે અને વડોદરામાં રહે છે. દેશના સર્વોચ્ચ શિક્ષણ ગણાતા UPSC પાસ કરી IPS અધિકારી બનવા માટે હૈદ્રાબાદ સ્થિત NPA (નેશનલ પોલીસ એકેડેમી) માં તાલીમ લેવી પડે છે, જેમાં UAC નો પણ સમાવેશ થાય છે. NPA માં વડોદરાના ડોનાલ્ડ 1998 થી UAC ની તાલીમ આપે છે.

ડોનાલ્ડ પાસે 2016 થી એડવાન્સ ટ્રેનિંગ લઈ ચુકેલા CRPF ના આઠ સિનિયર ઇન્સ્ટ્રકટર હવે માસ્ટર ટ્રેનર તરીકે તાલીમમાં તેમની મદદ કરે છે. આ દરમ્યાન IPS કક્ષાના વિદેશી અધિકારીઓ પણ તાલીમમાં જોડાય છે. તાજેતરમાં ડોનાલ્ડે 77RR ના તાલીમાર્થીઓને ત્રીજા તબક્કાની માર્શલ આર્ટની તાલીમ આપી હતી. આ ટ્રેનિંગના ત્રણ થી ચાર તબક્કા હોય છે જેની શરૂઆત ફેબ્રુઆરીમાં થઈ હતી. તાલીમના ત્રણ થી ચાર તબક્કા પુરા થાય ત્યાર બાદ પરીક્ષા લેવામાં આવી છે. 1998 થી આજ સુધી IPS અધિકારીઓની 11 બેચમાં બે તબક્કામાં ડોનાલ્ડે 1500 જેટલા IPS તાલીમાર્થીઓને તાલીમ આપી છે અને પરીક્ષા પણ લીધી છે. આમ અત્યાર સુધી ડોનાલ્ડ મેલવિલે 1500 થી વધુ અધિકારીઓને તાલીમ આપી અને પરીક્ષા પણ લીધી છે. અહીં મહત્વનું એ પણ છે કે NPA માં સિનિયર IPS અને IRS અધિકારીઓ તેમની ચાલુ નોકરી દરમ્યાન વિવિધ તબક્કામાં રીફ્રેશર કોર્ષ માટે અહીં આવે છે અને એ દરમ્યાન UAC ની તાલીમમાં પણ જોડાય છે.

વિવિધ તાલીમ દરમ્યાન અધિકારીઓને UAC ની તાલીમ માનસિક અને શારીરિક રીતે ઘણી મદદરૂપ રહે છે. 77RR ત્રીજા તબક્કાની તાલીમ જુન મહિનામાં પુરી થઈ હતી અને તાજેતરમાં પરીક્ષા લેવામાં આવી હતી.

આ પણ વાંચો, Ahmedabad: GTU Ventures અને CAAS Ventures વચ્ચે MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *