Ahmedabad: વિશ્વવિદ્યાલય પ્રશાસનનું નવી દિશામાં પ્રયાણ; GTU અને AIU દ્વારા બે દિવસીય રાષ્ટ્રીય વર્કશોપનુ આયોજન

ભારતના ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રને નવી દિશામાં દોરી જવા માટે ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટી અને ઈન્ડિયન યુનિવર્સિટીઓના એસોસિયેશન (AIU) દ્વારા સંયુક્ત રીતે આયોજિત “વિશ્વવિદ્યાલયના રજીસ્ટ્રારો માટે વ્યૂહાત્મક નેતૃત્વ અને નવીનતા” વિષયક રાષ્ટ્રીય વર્કશોપ 26 અને 27 જૂન, 2025 અમદાવાદના ચાંદખેડા સ્થિત GTU પરિસરમાં શરુ થશે. બે દિવસીય નિવાસી શિબિરનો મુખ્ય હેતુ રજીસ્ટ્રારને નવી શતાબ્દીની જરૂરિયાતોને અનુરૂપ નિપુણતા, ટેક્નોલોજી અને નિયમોની સમજ સાથે સજ્જ કરવાનો છે.

દેશની કેન્દ્રિય,રાજ્ય, ડીમ્ડ, ખાનગી અને ઓપન યુનિવર્સિટીઓમાંથી 40 થી વધુ કુલસચિવો વર્કશોપમાં ભાગ લેશે. મુખ્ય ઉદ્દેશો UGC અને AICTE ના રેગુલેસોન્સ તથા વિવિધ જોગવાઈઓ, NEP 2020ના અમલ, ઈ-ઓફિસ મોડલ અને એડમિનિસ્ટ્રેશનમાં AI ના ઉપયોગ જેવા વિષયો પર કેન્દ્રિત છે.

વર્કશોપના અનુસંધાને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. રાજુલ કે. ગજ્જરે જણાવ્યું: “રજીસ્ટ્રાર યુનિવર્સિટીની દિશા અને વિકાસ માટે આધારસ્તંભ છે. આ વર્કશોપના માધ્યમથી અમે નવી ટેકનોલોજી, પારદર્શિતા અને વિદ્યાર્થી કેન્દ્રિત અભિગમ સાથે નેતૃત્વની નવી સંસ્કૃતિ વિકસાવવાનો પ્રયત્ન કરશુ.” વિવિધ રાજ્ય અને કેન્દ્રીય યુનિવર્સિટીઓ દ્વારા અપનાવવામાં આવેલી બેસ્ટ પ્રેક્ટિસસ અને ઈ-ગવર્નન્સ મોડલોની પણ ચર્ચા કરવામાં આવશે.
પ્રશિક્ષણ સત્રોમાં દેશના અનેક જાણીતા નિષ્ણાતો માર્ગદર્શન આપશે, જેમ કે ડૉ. અભય કુમાર ઠાકુર, IRS (નાણાકીય વ્યવસ્થાપન અને સુદૃઢ શાસન), શ્રીમતી મોનિકા એસ. ગર્ગ, IAS (ડિજિટલ પરિવર્તન અને ઈ-ઓફિસ), કુ. શ્રેયા ચટોપાધ્યાય (AI આધારિત એડમિનિસ્ટ્રેશન), એસ. સી. પ્રુસ્ટી (કાયદાકીય માળખું અને વિવાદ નિવારણ), અને ડૉ. સુભાષ સોની (RTI કાયદાની સમજ).GTU ના કુલસચિવ ડૉ. કે. એન. ખેરે કહ્યું: “આ વર્કશોપ પરિવર્તન માટેનો મંચ છે. અહીં થતી ચર્ચાઓ NEP 2020ના અમલ, નૈતિક શાસન અને ટેક્નોલોજી આધારિત શૈક્ષણિક પ્રવૃત્તિઓને વધુ અસરકારક બનાવશે.”

વર્કશોપની વિશિષ્ટતા એ છે કે ભાગ લેનારાઓને ભારતનું પ્રથમ સ્માર્ટ સિટી — GIFT City —ની મુલાકાત કરાવાશે, જ્યાં ડિજિટલ શાસન અને ભવિષ્યનિર્માણના જીવંત મોડલનો અનુભવ થશે. AIU, અને GTU બંને સંસ્થાઓ આ કાર્યક્રમ દ્વારા ભારતની યુનિવર્સિટીઓને નવી દિશા અને દૃષ્ટિ આપવાનો શ્રેષ્ટ પ્રયન્ત કરશે. આ વર્કશોપ ભારતીય ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રમાં નેતૃત્વ, નીતિ, અને વ્યવસ્થાપન માટે નવો માઇલસ્ટોન સાબિત થશે.

આ પણ વાંચો, Ahmedabad plane crash: ફિલ્મ ડાયરેક્ટર મહેશ કાલાવાડિયાના DNA મેચ થયા, પાર્થિવ દેહ પરિવારને સોંપાયો

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *