Ahmedabad plane crash: પ્લેન ક્રેશમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીનું નિધન, પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે દુ:ખ વ્યક્ત કર્યું

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું અમદાવાદમાં એર ઈન્ડિયાના વિમાન દુર્ઘટનામાં નિધન થયું છે. ગુરુવારે (12 જૂન) આ વિમાન અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટથી લંડન જઈ રહ્યું હતું. વિજય રૂપાણી તેમના દિકરીને મળવા લંડન જઈ રહ્યા હતા. ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે તેમના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે. સીઆર પાટીલે કહ્યું કે તેઓ તેમના પરિવારને મળવા જઈ રહ્યા હતા, તેઓ આ અકસ્માતનો ભોગ બન્યા. ભગવાન તેમના આત્માને પણ શાંતિ આપે.
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્ની લંડનથી અને પુત્ર અમેરિકાથી અમદાવાદ આવવા માટે રવાના થયા છે. અકસ્માતનો ભોગ બનેલા વિમાનમાં 12 ક્રૂ સભ્યો સહિત 242 લોકો હતા.
આ પણ વાંચો, Ahmedabad plane crash: કસોટી ભવન ખાતે મૃતકોના પરિવારનાં સભ્યોના DNA સેમ્પલ લેવાની વ્યવસ્થા શરૂ કરાઇ