Ahmedabad: ચોરીના ગુનામાં 12 વર્ષથી વોન્ટેડ આરોપી ઝડપાયો, આરોપી વિરૂધ્ધ ટાયરના ગોડાઉનમાં ચોરીનો ગુનો નોંધાયો હતો

અમદાવાદ શહેરમાં ભૂતકાળના ગુન્હામાં જ્યારથી આરોપીઓના નામ ખૂલે છે, ત્યારથી આરોપીઓ પોતાની ધરપકડ ટાળવા નાસતા ફરે છે અને પોલીસ તપાસ કરવા જાય ત્યારે મળી આવતા નથી. જે ઘણા સમયથી વોન્ટેડ હોય છે. અમદાવાદ પોલીસ દ્વારા નાસતા ફરતા આરોપીઓ પકડી પડવાની ઝુંબેશના ભાગરૂપે વટવા પોલીસ સ્ટેશનના પો. ઇન્સ. પી.બી.ઝાલા, પીએસઆઈ એ.બી. ગંધા તથા સ્ટાફના હે.કો. રાજદીપસિંહ, જોરાવરસિંહ, ગૌરાંગભાઈ, દિલીપભાઈ, રવિરાજસિંહ, રણજીતસિંહ, વિક્રમભાઈ, કુલદીપસિંહ, સહિતની ચુનંદા માણસો ટીમ દ્વારા ઝુંબેશ દરમિયાન અસરકારક નોંધપાત્ર કામગીરી કરી, અમદાવાદ ગ્રામ્યના અસલાલી પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુન્હામાં છેલ્લા 12 વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ આરોપીને બાતમી આધારે પકડી પાડી, ધરપકડ કરી, કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અસલાલી પોલીસ સ્ટેશન ખાતે સને 2014ની સાલમાં ટાયરના ગોડાઉનમાં ઘરફોડ ચોરીનો ગુન્હો દાખલ થયેલ હતો. આ ગુન્હામાં આરોપીઓ દિનેશ ઘનશ્યામભાઈ ઠાકોર અને દિનેશ આનંદભાઈ સલાટ રહે. માનવનગર, વટવા, અમદાવાદને પકડી પાડી, ડિટેકટ કરવામાં આવ્યો હતી. પકડાયેલ આરોપીઓની પૂછપરછમાં આરોપી જીતેશભાઇ આનંદભાઈ સલાટનું નામ ખુલ્યું હતું. જ્યારથી અસલાલી પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુન્હામાં જીતેશભાઇ આનંદભાઈ સલાટનું નામ ખૂલ્યું, ત્યારથી આ આરોપી નાસતો ફરતો હતો અને પોલીસ તપાસમાં મળી આવતો ના હતો અને ધરપકડ ટાળવા નાસતો ફરતો હતો.
નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓને પકડવાની આ ખાસ ઝુંબેશ દરમિયાન ઝોન 06 વિસ્તારના વટવા પોલીસ સ્ટેશન દ્વારા બાતમી આધારે આરોપી જીતેશભાઇ આનંદભાઈ સલાટ ઉવ. 28 રહે. 94, માનવ નગર સોસાયટી, વટવા, અમદાવાદને પકડી પાડી, ધરપકડ કરી, અસલાલી પોલીસ સ્ટેશન ખાતે સોંપવા તજવીજ હાથ ધરવામાં આવી છે. પકડાયેલ આરોપી ભૂતકાળમાં વટવા પોલીસ સ્ટેશન ખાતે ચોરીનો શંકાસ્પદ માલ રાખવા બાબતે એક વખત પકડાયો છે.
આ પણ વાંચો, Ahmedabad: ઝોન 06 પોલીસ દ્વારા “તેરા તુજકો અર્પણ” અંતર્ગત 14 લાખની કિંમતના 90 મોબાઈલ પરત કરાયા