Ahmedabad: અમદાવાદમાં PM મોદીનો ભવ્ય રોડ શો, લોકોએ વરસાવ્યા ફૂલ

Oplus_131072

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદમાં રોડ શો યોજી રહ્યાં છે ત્યારે અમદાવાદમાં જુદા જુદા સ્થળોએ ટેબ્લો ઊભા કરવામાં આવ્યા છે. રિવરફ્રન્ટ સહિતના વિવિધ સ્થળોએ સેનાના વિમાન તેજસ, બ્રહ્મોસ મિસાઈલ તેમજ સેનાના જવાનોની તસવીર સાથેના ટેબ્લો મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત જુદા જુદા સ્થળોએ બેનર પણ લગાવવામાં આવ્યા છે. જેમાં ઓપરેશન સિંદૂરની સફળતાને લઈને ભારતીય સેનાને અભિનંદન પાઠવીને મોદીજીને દેશવાસીઓનું સમર્થન હોવાનું લખાણ લખવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી મોદીએ સેનાના જવાનો સાથે કરેલી મુલાકાતની તસવીર પણ ઠેર ઠેર લગાવવામાં આવી છે.

ઓપરેશન સિંદૂર બાદ PM મોદીની ગુજરાતની આ પ્રથમ મુલાકાતને લઈ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ રોડ શોમાં એક લાખથી વધુ લોકો જોડાયા હોય તેવો અંદાજ છે. એરપોર્ટથી ઇન્દિરા સર્કલ સુધી આ રોડ શોને લઈને શહેરમાં ઉત્સવનું વાતાવરણ છે. ભાજપના કાર્યકરો અને નેતાઓ સહિત મોટી સંખ્યામાં લોકો પીએમ મોદીને આવકારી રહ્યાં છે.

આ પણ વાંચો, http://PM MODI: ‘આપણો તિરંગો ઝુકવો ન જોઈએ…’ ભુજમાં PM મોદીનું સંબોધન

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *