Lalu Prasad Yadav: લાલુ પ્રસાદ યાદવે પુત્ર તેજ પ્રતાપને પાર્ટી-પરિવારમાંથી હાંકી કાઢ્યો, અનુષ્કા સાથે લગ્ન કરતાં એક્શન!

Oplus_131072

બિહારની રાજનીતિમાંથી એક મોટા સમાચાર સામે આવ્યાં છે. રાષ્ટ્રીય જનતા દળના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવે પાર્ટી વિરોધી ગતિવિધિઓ બદલ તેમના મોટા પુત્ર તેજ પ્રતાપને પાર્ટીમાંથી હાંકી કાઢ્યો છે. ફેસબુક પર તેજ પ્રતાપે તેમની ગર્લફ્રેન્ડ સાથેનો ફોટો મૂક્યાના બીજા જ દિવસે લાલુ પ્રસાદ યાદવે આ મોટું એક્શન લીધું હતું.

લાલુ યાદવે કહ્યું, “વ્યક્તિગત જીવનમાં નૈતિક મૂલ્યોની અવગણના કરવાથી સામાજિક ન્યાય માટેના આપણા સામૂહિક સંઘર્ષને નબળો પડે છે. મોટા પુત્રની પ્રવૃત્તિઓ, જાહેર વર્તન અને બેજવાબદાર વર્તન આપણા કૌટુંબિક મૂલ્યો અને પરંપરાઓ અનુસાર નથી. તેથી, ઉપરોક્ત સંજોગોને કારણે, હું તેમને પક્ષ અને પરિવારમાંથી દૂર કરી રહ્યો છું. હવેથી, તેમની પક્ષ અને પરિવારમાં કોઈપણ પ્રકારની ભૂમિકા રહેશે નહીં. તેમને 6 વર્ષ માટે પક્ષમાંથી હાંકી કાઢવામાં આવે છે. આરજેડીના વડા લાલુ યાદવે વધુમાં કહ્યું, “તેઓ પોતાના અંગત જીવનના સારા-ખરાબ અને ગુણ-અવગુણો જોવા માટે સક્ષમ છે.

શનિવારે સાંજે તેજ પ્રતાપ યાદવની એક પોસ્ટ બહાર આવી હતી જેમાં તે અનુષ્કા યાદવ નામની છોકરી સાથે જોવા મળ્યો હતો અને આ ફોટા સાથે તેણે લખ્યું હતું કે, ‘હું તેજ પ્રતાપ યાદવ છું અને આ ફોટામાં મારી સાથે દેખાતી છોકરી અનુષ્કા યાદવ છે. અમે બંને એકબીજાને છેલ્લા 12 વર્ષથી જાણીએ છીએ અને એકબીજાને પ્રેમ પણ કરીએ છીએ, અમે છેલ્લા 12 વર્ષથી રિલેશનશિપમાં છીએ, હું ઘણા સમયથી તમને બધાને આ કહેવા માંગતો હતો પણ મને સમજાતું નહોતું કે આ કેવી રીતે કહેવું… પણ આજે આ પોસ્ટ દ્વારા હું તમને બધાને મારા દિલની વાત કહી રહ્યો છું, મને આશા છે કે તમે બધા સમજી શકશો. તેજ પ્રતાપે અનુષ્કા સાથે લગ્ન કર્યાં હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે અને કદાચ એટલે જ લાલુ પ્રસાદે એક્શન લીધું હશે.

આ પણ વાંચો, Bullet train: અમદાવાદ-મુંબઇ વચ્ચે ક્યારથી દોડશે બુલેટ ટ્રેન, સામે આવી નવી તારીખ; કેટલુ ભાડું હશે

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *