MNREGA scam: પુત્રની ધરપકડ બાદ ઉઠી બચુ ખાબડના રાજીનામાની માંગ, સામે આવ્યો મનરેગા કૌભાંડનો સૌથી મોટો ભ્રષ્ટાચાર

Oplus_131072

મંત્રી બચુ ખાબડના દીકરા સામે મનરેગામાં કૌભાંડનો આક્ષેપ થયા બાદ બચુ ખાબડના રાજીનામાની માંગ ઉઠી છે. પૂર્વ વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ બચુ ખાબડના રાજીનામાની માંગ કરી છે. તેમણે આક્ષેપ કર્યો કે બચુભાઈ ખાબડ જીલ્લા પ્રભારી હતાં ત્યારે પણ મળતીયાને કામો આપતા હતા. તેમણે કહ્યું કે તેઓ પોતે ત્યારે વિધાનસભામાં વિપક્ષના નેતા હતા ત્યારે તેમને કૌભાંડની માહિતી મળી હતી. તેમણે છોટાઉદેપુરની નદીમાંથી મોટા પાયે રેતીની ચોરીને લઇને પણ બચુભાઇ ખાબડ પર આક્ષેપ કર્યો.

દાહોદ જીલ્લામાં મનરેગા કૌભાંડમાં મોટો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. બળવંત ખાબડની એજન્સીને 38 કામના 5.28 કરોડ ચુકવાયા હતા. એકલા સીમામોઈ ગામના જ 38 જેટલા કામોમા 5.28 કરોડ ચુકવાયા હતા. કિરણ ખાબડની એજન્સીને પણ નાણા ચુકવાયાનુ સામે આવ્યું છે. કુલ 35થી વધુ એજન્સીઓ દ્વારા 71 કરોડથી વધુ ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ છે.

કૌભાંડમા જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીની કચેરીની સંડોવણી અંગે પણ આશંકા છે. મોટા અધિકારીઓની મીલિભગત વગર આટલો મોટો ભ્રષ્ટાચાર શક્ય ન હોવાની ચર્ચા છે.

માત્ર 2 ગામોમા જ મનરેગા યોજનામા કોરોડોનો ભ્રષ્ટાચાર થયો હોવાનું સામે આવ્યું છે, તો જિલ્લામા કેટલો ભ્રષ્ટાચાર થયો હશે એ એક મોટો સવાલ છે.

આ પણ વાંચો, હૈદરાબાદના ગુલઝાર હાઉસમાં ભીષણ આગ, 17લોકોના મૃત્યુ, 15થી વધુ ઘાયલ

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *