Operation Sindoor: હવે પાકિસ્તાનનો થશે પર્દાફાશ, ઓપરેશન સિંદૂરને લઈ મોદી સરકારે શશિ થરૂરને આપી મોટી જવાબદારી

આતંકવાદ સામે ભારતની લડાઈ ચાલુ છે. ઓપરેશન સિંદૂર પછી, ભારતનું સાત પક્ષનું પ્રતિનિધિમંડળ આ મહિનાના અંતમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સભ્યો સહિત મુખ્ય ભાગીદાર દેશોની મુલાકાત લેવાનું આયોજન છે. આ સાત પ્રતિનિધિઓ આતંકવાદ સામે ભારતની ઝીરો  ટોલરન્સની નીતિને વિશ્વ સમક્ષ રજૂ કરશે. આમાં વિવિધ પક્ષોના સંસદસભ્યો, અગ્રણી રાજકીય વ્યક્તિઓ અને પ્રખ્યાત રાજદ્વારીઓનો સમાવેશ થાય છે.

સાત પક્ષોના પ્રતિનિધિમંડળમાં કોંગ્રેસના શશિ થરૂર, ભાજપના રવિશંકર પ્રસાદ, જેડીયુના સંજય કુમાર ઝા, ભાજપ તરફથી બૈજયંત પાંડા, ડીએમકેના કનિમોઝી કરુણાનિધિ, એનસીપીના સુપ્રિયા સુલે અને શિવસેનાના શ્રીકાંત એકનાથ શિંદેનો સમાવેશ થાય છે. ભારતીય પ્રતિનિધિમંડળ પાકિસ્તાનના જુઠ્ઠાણાઓનો પર્દાફાશ કરશે અને જણાવશે કે પાકિસ્તાને આતંકવાદીઓને આશ્રય આપ્યો છે અને ભારત પાસે આના નક્કર પુરાવા છે.

પાકિસ્તાનમાં ફેલાતા આતંકવાદનો અંત લાવવા માટે ઓપરેશન સિંદૂર શરૂ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન, પીઓકેમાં 9 આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા, જેમાં 100 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હતા.

આ પણ વાંચો, Ahmedabad: ચંડોળા વિસ્તારમાં ફરી 20 મેથી ડિમોલિશન, અઢી લાખ ચોરસ મીટરની જગ્યા કરાશે ક્લિન

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *