Ahmedabad: ચંડોળા વિસ્તારમાં ફરી 20 મેથી ડિમોલિશન, અઢી લાખ ચોરસ મીટરની જગ્યા કરાશે ક્લિન

અમદાવાદમાં  ડિમોલિશન પાર્ટ 2ની કવાયત માટે તંત્ર સજ્જ છે. 20 મેથી અમદાવાદના ચંડોળા વિસ્તારમાં ફરી એકવાર મોટાપાયે ડિમોલિશન હાથ ઘરાશે. બાકી રહેલા અઢી લાખ ચોરસમીટરમાં ગેરકાયદે ઝુંપડા પાડી દેવામાં આવશે. સર્વે અનુસાર હાલ સુધી 8100 કાચા મકાનનો સર્વે પૂર્ણ કરાયો છે.


હજી અંદાજે 1800 થી 1900 જેટલા મકાનના સર્વે પૂર્ણતાના આરે છે. ડીમોલિશન દરમિયાન અને બાદની કામગીરી માટે અધિકારીઓને જવાબદારીઓ સોંપાઈ છે. તમામ ડેપ્યુટી કમિશનરોને  અને . સાત ઝોનના એસ્ટેટ ઓફિસર,ફાયર ઓફિસર અને આરોગ્ય વિભાગને  કામગીરી સોંપાઇ છે. 20 મેથી પાર્ટ-2 ડિમોલિશન હાથ ધરવા માટે 18 મે સુધી સર્વેની કામગીરી પૂર્ણ કરવા આદેશ આપવામાં આવ્યાં છે. ડિમોલિશન પાર્ટ-2 માં બાકીના અઢી લાખ ચોરસ મીટર વિસ્તારના દબાણો પર બુલડોઝર ફેરવાનું પ્લાનિંગ છે.ઉલ્લેખનિય છે કે, 29 એપ્રિલે વહેલી સવારથી ચંડોળા વિસ્તારમાં ડિમોલિશનની કામગીરી હાથ ધરવામા આવી હતી.

અમદાવાદના ચંડોળા તળાવ પાસે સૌથી વધુ બાંગ્લાદેશી ઘૂસણખોરો રહે છે.  નોંધનીય છે કે ચંડોળા તળાવ પર બાંગ્લાદેશીઓએ ગેરકાયદે ઝૂંપડપટ્ટીઓ બનાવી લીધી છે. છેલ્લા 14 વર્ષમાં અહીં આશરે દોઢ લાખ સ્ક્વેર મીટરની સરકારી જમીન પર દબાણ કરાયું છે. પોલીસે અહીંથી જ 800થી વધુ જેટલા શંકાસ્પદ લોકોની અટકાયત કરી હતી. ચંડોળા તળાવ નજીક ગેરકાયદે આવેલા અને  વસતા બાંગ્લાદેશી સામે તંત્રએ ક્લિન ઓપરેશન હાથ ધર્યું છે. બાંગ્લાદેશીના મકાન સહિતના બાંધકામ તોડી પાડવા માટે અમદાવાદમાં આજે મોટું ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતુ.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કાર્યવાહીને ગુજરાતના ઈતિહાસની સૌથી મોટી ડિમોલિશન ડ્રાઈવ તરીકે ગણવામાં આવી રહી છે. લોકો AMCની કાર્યવાહીને ‘મિની બાંગ્લાદેશ’ પર ‘બુલડોઝર સ્ટ્રાઇક ‘ તરીકે જોઈ રહ્યા છે. AMC, પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ‘ઓપરેશન ક્લીન’ નામ હેઠળ આ ડિમોલિશન ડ્રાઈવ હાથ ધરવામાં આવી રહી છે..

આ પણ વાંચો, Gram Panchayat elections: મેના અંતમાં જાહેર થઈ શકે છે ગ્રામ પંચાયતની ચૂંટણી, રાજ્ય ચૂંટણી પંચે તૈયારી આરંભી

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *