BSF જવાનની દેશ પરત ફરવાની પ્રથમ તસવીર આવે સામે, પાકિસ્તાને કયા નિયમ હેઠળ પરત મોકલ્યા

પાકિસ્તાની રેન્જર્સે અટારી વાઘા બોર્ડર દ્વારા બીએસએફ જવાન પૂર્ણમ કુમાર શોને પરત મોકલી દીધા છે. તે છેલ્લા વીસ દિવસથી પાકિસ્તાનની કસ્ટડીમાં હતા.  કોન્સ્ટેબલ પૂર્ણમ કુમાર સવારે 10:30 વાગ્યે દેશમાં પરત ફર્યા. તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.

પૂર્ણમ કુમાર ભૂલથી આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને પાકિસ્તાન પહોંચી ગયા હતા. ત્યારબાદ તેમને પાકિસ્તાન રેન્જર્સ દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. તેઓ પંજાબના ફિરોઝપુર સેક્ટરમાં પોસ્ટેડ હતા. ભારતે 7 મેના રોજ ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ આતંકવાદીઓના ઠેકાણાઓ પર સચોટ હુમલા કર્યા. પાકિસ્તાને પણ વળતો જવાબ આપ્યો, જેનાથી તણાવ વધ્યો. આવી સ્થિતિમાં પૂર્ણમના પરિવારની ચિંતાઓ વધુ વધી ગઈ.

પત્નીને આશા હતી કે જલ્દી પાછા આવશે 
પૂર્ણમ કુમારના પત્ની રજનીએ આશા વ્યક્ત કરી હતી કે ડીજીએમઓ સાથેની વાતચીતમાં પૂર્ણમ કુમારનો મુદ્દો ઉઠાવવામાં આવશે. તેણીએ કહ્યું હતું કે, ‘જ્યારે ભારતીય સેનાએ 3 મેના રોજ રાજસ્થાનમાં એક પાકિસ્તાની રેન્જરની અટકાયત કરી હતી, ત્યારે એવું લાગતું હતું કે કદાચ મારા પતિને પણ મુક્ત કરવામાં આવશે.’ પણ આવું ન થયું. હવે ડીજીએમઓ વાટાઘાટોથી નવી આશા જાગી હતી. 

રજનીએ એમ પણ કહ્યું કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રવિવારે તેમને ફોન કર્યો હતો અને શક્ય તમામ મદદનું આશ્વાસન આપ્યું હતું. મુખ્યમંત્રીએ તેમના સાસરિયાઓ માટે તબીબી સહાય વિશે પણ વાત કરી.ભલે વિવિધ દેશો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હોય અને એકબીજાના સૈનિકો માર્યા જતા હોય, પણ નિઃશસ્ત્ર સૈનિકો પર ગોળીબાર કરવામાં આવતો નથી. ઉપરાંત, જો કોઈ સૈનિક દેશની સરહદ પર આત્મસમર્પણ કરે છે અથવા નિઃશસ્ત્ર પકડાય છે, તો તેની સાથે ક્રૂર વર્તન કરી શકાતું નથી. આ બધું જીનીવા કન્વેન્શન હેઠળ થાય છે. જેને દરેક દેશ સ્વીકારે છે જે બીજા દેશ સાથે યુદ્ધમાં છે અથવા બંને વચ્ચે કોઈ તણાવ છે.

આ પણ વાંચો, Ahmedabad: SVPI એરપોર્ટની ઉંચી ઉડાન, માળખાગત સુવિધાઓમાં વૃદ્ધિ સાથે મુસાફરોની સંખ્યામાં વિક્રમી વધારો

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *