Gandhidham: વિજ્ઞાન જાથાએ ભુઈની 30 વર્ષની ધતિંગલીલાનો પર્દાફાશ કર્યો, કંકુથી સ્વસ્નાન કરાવતી ભુઈનો ભાંડાફોડ

કચ્છ ગાંધીધામ સેકટર-૧ ભાનુદર્શન એપાર્ટમેન્ટમાં છેલ્લા 30 વર્ષથી ઘરમાં માતાજીનો મઢ બનાવી લોકોના દુ:ખ-દર્દ, જોવાનું, માલીશનું કામ કરતી ભુઈ જયોત્સનાબેન મોહનભાઈ રાજપુતની ધતિંગલીલા-કપટલીલાનો ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે ‘બી’ ડિવીઝન પોલીસ સ્ટેશનની મદદથી 1269 મો સફળ પર્દાફાશ કર્યો હતો. ભુઈએ કબુલાતનામું આપી જાહેરમાં માફી માંગી લોકોએ દોરા-ધાગા, જોવડાવવા આવવું નહિ તેવી જાહેરાત કરી હતી.

બનાવની વિગત પ્રમાણે ગાંધીધામમાંથી ભુઈથી પીડિત પરિવારે રાજકોટ સ્થિત જાથાના કાર્યાલયે રૂબરૂ આવી પોતાની આપવિતીમાં જણાવ્યું કે ભુઈ જયોત્સનાબેન ભાનુદર્શન એપાર્ટમેન્ટમાં પાંચમા માળે પોતાના ઘરમાં ચામુંડા માતાજીનો મઢ બનાવી લોકોના દુઃખ-દર્દ મટાડવાનું કામ કરે છે. ભુઈ માલીશનું કામ કરે છે. તેના સાગ્રીતોમાં નેપાળી અને પડોશી મહિલાની સંડોવણીની વાત કરી હતી. શ્રધ્ધાની આડમાં વિધિ-વિધાન બતાવી દશ હજારથી પચાસ હજારના ખાડામાં ઉતારે છે. માનતા-ટેક રાખવાનું, મૃત્યુ પામેલા મોક્ષ, માતાજીના દશ હાથ પોતાના ઉપર છે. મઢે દર્શને આવવું, કંકુથી સ્નાન કરવું, પગનો દુઃખાવો દૂર કરવો, ભુઈનો વેવાઈ ભુવા ભવન કરશન જાદવ રમેણ આવી ધુણે છે. વિકૃત હરકતવાળો સાથે મજબુર મહિલાનું યેનકેન શોષણ કરે છે તેની વિડીયો કોલીપ આપી હરકત સંબંધી વાકેફ કરવામાં આવેલ. ભુઈ-ભુવાની સાંઠગાંઠ હોવાની હકિકત આપી હતી. ભાનુદર્શન એપાર્ટમેન્ટમાં રહેતા રહીશોને ખૂબ જ ત્રાસ આપે છે. રહીશોના વિરોધના કારણે ચાલાકીપૂર્વક શ્રધ્ધાળુઓ સાથે છેતરપિંડી કરે છે. માનતા રખાવવી, અમુક વાર ભરવા, માતાજીના પ્રકોપની વાત કરી શોષણ કરે છે તેવી માહિતી આપી હતી. ભુવો ભવન બીજી મહિલાઓ ભોગ લે નહિ તે પહેલા કાર્યવાહી અને ભુઈના કારસ્તાન બંધ કરાવવા સંબંધી આધાર-પુરાવા જાથાને આપ્યા હતા. પોતાના ઘરે રમેણ રાખતી વખતે ભચાઉનો ભુવો ભવન જાદવ જોરદાર ધુણીને જોવાનું કામ કર્યું તેની વિડીયો કલીપ આપવામાં આવી હતી. પીડિતો–સાક્ષીઓ જરૂરી માહિતી જાથાને આપી હતી. પર્દાફાશ સંબંધી હકિકત આપી હતી.

જાથાના ચેરમેન-એડવોકેટ જયંત પંડયાએ પીડિતોની હકિકતોની ખરાઈ કરવા જાથાના મહિલા કાર્યકર ભક્તિબેન રાજગોર, ભાનુબેન ગોહિલને મોકલવામાં આવેલ. ભુઈના ઘરે મઢે દર્શન કર્યા. બનાવટી આપવીતી દર્શાવતા ભુઈએ કંકુથી સ્નાન કરશો તો પગનો દુઃખાવો મટી જશે, શ્રધ્ધા રાખવી, માતાજીને કેન્દ્રમાં રાખી ચાલાકીપૂર્વક વાત કરતાં પોતાના એપાર્ટમેન્ટમાં એક મહિલા વિરૂદ્ધ ઉચ્ચારણો કર્યા હતા. પડોશીઓને પુછવું નહિ સીધા પાંચમા માળે આવી જવું. માનતા-ટેક રાખવાની વાત કરી હતી. પર્દાફાશ સંબંધી જાથાને આધાર પુરાવા મળી ગયા હતા. પહેલી વખતે ભુઈએ બોલેરો ખરીદ કરતાં સમયસર ન આવતા જાથાએ બીજી તારીખ નક્કી કરી હતી.

રાજકોટથી જાથાના ચેરમેન જયંત પંડયાના વડપણ હેઠળ જાથાની ટીમ, પોલીસ સ્ટાફ માતાજીના મઢે પહોંચી ગયા. ભુઈ પીડિતોને દુઃખ દર્દ માટે સલાહ આપતા હતા. તેની પુત્રવધુ, પડોશી પ્રવિણાબેન હાજર હતા. જાથાના જયંત પંડયાએ પરિચય આપી કંકુથી સ્નાન કરાવવાથી પગનો દુઃખાવો કેવી રીતે મટે ? જોવાનું કામ, બાધા આપવી, ભચાઉના ભુવો ભવનની વિકૃતતાની વાત કરી આવી ગેરપ્રવૃતિ બંધ કરાવવા આવ્યા છીએ. દલીલ કરતાં ‘બી’ ડિવીઝન પોલીસ સ્ટાફે કાયદાની ભાષાની વાત કરતાં ભુઈ રડવા જેવી થઈ ગઈ બાદ પોલીસ સ્ટેશને લાવવામાં આવી. ભુઈ નિ:સહાય અવસ્થામાં આવી ગઈ. પરિસ્થિતિ પામી જવાથી માફી માંગવા લાગી હતી. કાયમી દોરા-ધાગા, જોવાનું કામ બંધની જાહેરાત કરી દીધી. ભચાઉનો ભુવા ભવન જાદવ પોતાનો વેવાઈ થાય છે. રમેણમાં ધૂણવા બોલાવેલ અત્યારે તેની સાથે સંબંધ નથી.

જાથાના જયંત પંડયાએ ભુઈ જયોત્સનાને ગુન્હા સંબંધી વાત કરી હતી. ભ્રમ ફેલાવવું, લાયસન્સ ન હોવા છતાં પગના દુઃખાવા મટાડવા, માનસિક ઈજા કરવી, માતાજીનો પ્રકોપ બતાવવો ગુન્હો બને છે. ભુઈએ કબુલાતનામું આપવા સાથે જાહેરમાં માફી માંગી બંધની જાહેરાત કરી દીધી. પડોશીઓમાંથી એકપણ પરિવાર તેની મદદે આવ્યું ન હતું. દુઃખની ઘડીએ માતાજીએ પણ મદદ કરી ન હતી. અફસોસ ભુઈ વ્યક્ત કરતી હતી.

જાથાના પંડયાએ ભચાઉના ભુવા ભવન જાદવ સીડી ઉપર ચડતા મહિલાની મજબુરીનો ફાયદો ઉઠાવે છે. શોષણ કરે છે. અત્યારે તેની સાથે સંબંધ નથી. વારંવાર ચાલાકી બતાવતા મહિલા પી.એસ.આઈ. બડીયાવદરાએ કડક વલણ અપનાવતા ભુઈ પગે પડી ગઈ હતી. હાથ જોડીને માફી માંગી લીધી હતી. જાથાએ ગાંધીધામ ભાનુદર્શન એપાર્ટમેન્ટમાં ચાલતી 30 વર્ષની ધતિંગલીલા કાયમી બંધ કરાવી હતી. જાથાએ કચ્છ પુર્વના પોલીસ અધિક્ષક, એલ.આઈ.બી. ‘બી’ ડિવીઝન પો.ઈન્સ. એસ. પી. ગોજીયાનો વિશેષ આભાર વ્યકત કર્યો હતો.

આ પણ વાંચો, Japan: World Expo 2025માં ગુજરાતનો દબદબો, ગુજરાતના કલાકારોના સાંસ્કૃતિક કાર્યક્રમોના શૉ હાઉસફુલ

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL/shorts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *