Summer vacation: ઉનાળુ વેકેશનને લઇને એસટી વિભાગનો મહત્વનો નિર્ણય, આ રૂટની 1400થી વધુ એકસ્ટ્રા બસ દોડશે

વેકેશનમાં પ્રવાસીઓની સંખ્યા સ્વાભાવિક રીતે વધી જતી હોય છે. ઉલ્લેખનિય છે કે, રાજ્યની પ્રાથમિક શાળામાં 5 મેથી ઉનાળુ વેકેશન શરૂ થઇ રહ્યું છે. આ સમયે પ્રવાસીઓના વધતા ધસારાને ધ્યાનમાં રાખીને એસટી વિભાગે 1400 વધુ બસો દોડાવાનો નિર્ણય લીધો છે. સુરતથી સૌરાષ્ટ્ર તરફ જવા માટે વધારાની 500 એસટી બસ શરૂ કરવામાં આવી છે.
તો સૌરાષ્ટ્રથી ઉત્તર ગુજરાત તરફ વધુ એસટીની 210 ટ્રીપ દોડશે. ધાર્મિક સ્થળો માટે પણ વધારાની બસો દોડાવાવનો નિર્ણય લેવાયો છે. જે મુજબ અમદાવાદથી અંબાજી, સોમનાથ, દ્વારકા માટે રોજ 10 ટ્રીપ દોડશે. અમદાવાદથી ડાકોર અને ગીરનાર માટે રોજની 5 ટ્રીપ વધારી છે. ઉલ્લેખનિય છે કે, 2024-25ના જાહેર થયેલા કેલેન્ડર મુજબ આ વર્ષે ઉનાળું વેકેશન 35 દિવસનું રહેશે.
ઉલ્લેખનિ છે કે, સરકારી અને ખાનગી પ્રાથમિકથી લઈ ઉચ્ચ અને માધ્યમિક શાળાઓમાં ઉનાળુ વેકેશન 5 મેથી શરૂ થશે અને 8 જૂને એ પૂર્ણ થશે. શૈક્ષણિક વર્ષ 2024 -25નું બીજુ સત્ર પૂર્ણ થતાં 5 મેથી શાળામાં ઉનાળુ વેકેશનનો પ્રારંભ થશે અને 6 જૂનથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે.
આ પણ વાંચો, Pahalgam attack: મોદી સરકારનો વધુ એક મોટો નિર્ણય, પાકિસ્તાનથી તમામ પ્રકારની આયાત પર પ્રતિબંધ