Ahmedabad: ક્રાઇમ બ્રાન્ચે લાલા બિહારી અને તેના પુત્રને ઝડપ્યો, ઘૂસણખોર બાંગ્લાદેશીઓને આશરો આપવાનો આરોપ

ગુજરાતના ઈતિહાસમાં સૌથી મોટા ડિમોલિશનની કામગીરી યથાવત છે. અમદાવાદના ચંડોળા તળાવની ફરતે AMCની 50 ટીમોનું મેગા ડિમોલિશન કાર્યવાહી કરવામાં આવી રહી છે. JCB સહિતના સાધનોની મદદથી ડિમોલિશનની કામગીરી ચાલી રહી છે. કુખ્યાત લાલા બિહારીની ક્રાઈમબ્રાંચે ધરપકડ કરી હતી. લાલા બિહારી ઘૂસણખોર બાંગ્લાદેશીઓનો આકા છે. લાલા બિહારી ઉપરાંત તેના પુત્ર ફતેહની પણ ધરપકડ કરી હતી.
ચંડોળા તળાવમાં લાલા બિહારીએ ગેરકાયદે ફાર્મ હાઉસનું નિર્માણ કર્યું હતું. લાલા બિહારીના કાળી કમાણીના ચિઠ્ઠા એબીપી અસ્મિતા પાસે છે. લાલા બિહારી વાહન પાર્કિંગના નાણાં ઉઘરાવતો હતો. મકાનના ભાડા ઉઘરાવતા હોવાનો પણ ખુલાસો થયો છે. લાલા બિહારી વ્યાજે નાણાં ધીરતો હોવાના પણ પુરાવા મળી આવ્યા છે. મહેબૂબ પઠાણ CAAના વિરોધ પ્રદર્શન સમયે પોલીસ પર હુમલાનો આરોપી છે.