Terrorist attacks in Pahalgam: આતંકી હુમલા બાદ કાશ્મીર બંધ, અમિત શાહે પહેલગામમાં મૃતકોને શ્રદ્ધાંજલિ આપી

પહેલગામમાં આતંકી હુમલામાં 25થી વધુ લોકોના મોત બાદ કાશ્મીર બંધનું એલાન આપવામાં આવ્યું છે. આ આતંકી હુમલામાં બે વિદેશી પ્રવાસીઓ સહિત 27 લોકોના મોત થયા છે જ્યારે 20 લોકો ઘાયલ છે. ઘટના બાદ ગૃહમંત્રી અમિત શાહે પહેલગામ પહોંચીને મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી.
આતંકી હુમલા બાદ સરકાર એક્શનમાં છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પહેલગામમાં ઘટનાસ્થળની સમીક્ષા કરશે. બીજી તરફ PM મોદી પણ સાઉદી અરબનો પ્રવાસ ટુંકાવીને ભારત પરત ફર્યા છે.
આ પણ વાંચો, Terrorist attacks in Pahalgam: પહેલગામમાં ત્રણ ગુજરાતીઓના મોત, સાંજે મૃતદેહ અમદાવાદ એરપોર્ટ આવશે