RBI’s big action: RBIની મોટી કાર્યવાહી, આ બેન્કોને ફટકાર્યો મોટો દંડ, જાણો શું છે સમગ્ર કેસ?

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ કોટક મહિન્દ્રા બેન્ક, IDFC બેન્ક અને પંજાબ નેશનલ બેન્ક સામે મોટી કાર્યવાહી કરી છે અને તેમને મોટો દંડ ફટકાર્યો છે. આરબીઆઈએ કહ્યું કે નિયમનકારી પાલનમાં કેટલીક ખામીઓને કારણે તેને આ પગલું ભરવું પડ્યું છે. કેન્દ્રિય બેન્ક દ્ધારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે લોન અને એડવાન્સિસ, કાયદાકીય અને અન્ય પ્રતિબંધો ઉપરાંત લોન વિતરણ માટે લોન સિસ્ટમ પરની માર્ગદર્શિકાઓનું પાલન ન કરવા બદલ 61.4 લાખ રૂપિયાનો દંડ લાદવામાં આવ્યો છે.
RBI Imposes Penalty: રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ કોટક મહિન્દ્રા બેન્ક, IDFC બેન્ક અને પંજાબ નેશનલ બેન્ક સામે મોટી કાર્યવાહી કરી છે અને તેમને મોટો દંડ ફટકાર્યો છે. આરબીઆઈએ કહ્યું કે નિયમનકારી પાલનમાં કેટલીક ખામીઓને કારણે તેને આ પગલું ભરવું પડ્યું છે. કેન્દ્રિય બેન્ક દ્ધારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે લોન અને એડવાન્સિસ, કાયદાકીય અને અન્ય પ્રતિબંધો ઉપરાંત લોન વિતરણ માટે લોન સિસ્ટમ પરની માર્ગદર્શિકાઓનું પાલન ન કરવા બદલ 61.4 લાખ રૂપિયાનો દંડ લાદવામાં આવ્યો છે.
અન્ય એક નિવેદનમાં RBI એ જણાવ્યું હતું કે KYC (Know Your customer) માર્ગદર્શિકાનું પાલન ન કરવા બદલ IDFC બેન્ક પર 38.6 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
આરબીઆઈ કાર્યવાહી
આ ઉપરાંત સેન્ટ્રલ બેન્ક દ્વારા પંજાબ નેશનલ બેન્ક પર 29.6 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ બેન્કોમાં ગ્રાહક સેવા અંગે RBI દ્વારા જાહેર કરાયેલા નિર્દેશોનું પાલન ન કરવાને કારણે આવું કરવામાં આવ્યું છે. ત્રણેય કેસોમાં કેન્દ્રીય બેન્કે જણાવ્યું હતું કે આ દંડ નિયમનકારી પાલનમાં ખામીઓને કારણે લાદવામાં આવ્યો છે અને તેનો હેતુ બેન્કો દ્વારા તેમના ગ્રાહકો સાથે કરવામાં આવેલા કોઈપણ વ્યવહાર અથવા કરારની માન્યતા પર ભાર મૂકવાનો નથી.
આ પણ વાંચો. Weather update: આ વર્ષે આકરી ગરમીની આગાહી, 74 દિવસમાંથી 44 દિવસ રહેશે હીટવેવ