Surat: રત્નકલાકારોને મારવાના સૌથી મોટા ષડયંત્રનો પર્દાફાશ, કુલરમાંથી સેલફોસનું પાઉચ મળતા ખળભળાટ

સુરતમાં રત્નકલાકારોને મારી નાંખવાના સૌથી મોટા ષડયંત્રનો પર્દાફાશ થયો છે. આ ષડયંત્ર રચાયું કાપોદ્રાની અનભ જેમ્સ નામની ડાયમંડ ફેકટરીમાં જ્યાં બુધવારે સવારે કુલરનું પાણી પીધા બાદ એક બાદ એક 118 રત્નકલાકારને શ્વાસ લેવામાં અને પેટમાં તકલીફ થતા તાબડતોબ સારવારમાં ખસેડવા પડ્યા હતા.

 જે પૈકી 104 રત્નકલાકારને કિરણ હોસ્પિટલમાં તો 14 રત્નકલાકારને ડાયમંડ હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયા હતા.  24 કલાક મોનિટરિંગ પર રખાયા બાદ તમામને ડિસ્ચાર્જ કરાશે. રત્નકલાકારોએ જે કુલરમાંથી પાણી પીધું હતું તે પાણીમાં સેલ્ફોસ નામની ઝેરી પડીકી નાંખવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. રત્નકલાકારોએ પાણી પીધા બાદ સ્વાદમાં ફેર લાગ્યો હતો અને કોઈ પ્રકારની ગંધ આવતી હતી. જેથી મેનેજર તરીકે ફરજ બજાવતા હરેશ લશ્કરીને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. જેમાં મેનેજરના ભાણેજ નિકુંજનો પણ સમાવેશ થાય છે.  જેથી તાત્કાલિક પાણીના કુલરનું મેઈન્ટેનન્સ કરતા સુપરવાઈઝરને જાણ કરી હતી. બાદમાં તપાસ કરતા કુલરની અંદર અનાજમાં નાંખવાની સેલ્ફોસની એક તૂટેલી પડીકી અને બીજુ એક આખુ પેકેટ મળી આવ્યું હતું. જેના કારણે રત્નકલાકાર સહિત પાણી પીનારા સ્ટાફના લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

આ પણ વાંચો, Weather update: રાજકોટમાં 133 વર્ષમાં એપ્રિલમાં સૌથી ગરમ દિવસ નોંધાયો, બુધવારે પારો પહોંચ્યો 45 ડિગ્રીને પાર

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *