Supreme Court: ‘સ્તન પકડવા દુષ્કર્મ જ ગણાય’! HC ચુકાદા પર સ્ટે આપતાં સુપ્રીમ કોર્ટે કરી મોટી વાત

થોડા સમય પહેલાં અલ્હાબાદ હાઈકોર્ટેના જસ્ટિસ રામ મનોહર નારાયણ મિશ્રાએ એક રેપ કેસમાં એવો ચુકાદો આપ્યો હતો કે સ્તન પકડવા અને પાયજામાની દોરી ખેંચવી દુષ્કર્મ ન ગણાય. આ ચુકાદાના થોડા વખત બાદ હવે સુપ્રીમ કોર્ટને અલ્હાબાદ હાઈકોર્ટનો ચુકાદો વધારે પડતો અને અસંવેદનશીલ લાગ્યો છે.

અલ્હાબાદ હાઈકોર્ટના 17 માર્ચના આદેશ સામે ‘વી ધ વુમન ઓફ ઈન્ડિયા’ નામની સંસ્થાએ અરજી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે આ કેસની સ્વતઃ નોંધ લીધી હતી. જસ્ટિસ બીઆર ગવઈ અને ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચે કહ્યું કે આ ચુકાદામાં હાઈકોર્ટના ન્યાયાધીશ તરફથી સંવેદનશીલતાનો અભાવ” જોવા મળે છે.13 માર્ચે અલ્હાબાદ હાઈકોર્ટે એવો ચુકાદો આપ્યો હતો કે સ્તન પકડવા દુષ્કર્મ નથી પરંતુ તે ગંભીર યૌન હુમલો છે અને તેને માટે સજા થઈ શકે છે. આ કેસમાં હાઈકોર્ટનું એવું કહેવું છે કે આરોપી છોકરાઓનો ઈરાદો સ્પસ્ટ નહોતો તેથી કરેલા કામનો એવો અર્થ ન નીકળે કે તેમનો ઈરાદો દુષ્કર્મનો હતો, તેમણે દુષ્કર્મની તૈયારી કરતું પગલું ભર્યું હતું પરંતુ વાસ્તવિક દુષ્કર્મ થાય તો જ તે ગુનો બને છે. હાઈકોર્ટે આ બન્ને વચ્ચેનો ભેદ સમજાવ્યો હતો. હાઈકોર્ટે દુષ્કર્મના ગુના માટે ‘તૈયારી તબક્કા” અને “વાસ્તવિક પ્રયાસ” વચ્ચેનો ફર્ક પણ સમજાવ્યો હતો.

આશા દેવી નામની એક મહિલાએ 12 જાન્યુઆરી 2022ના દિવસે સ્પેશિયલ જજ સામે એવી ફરિયાદ કરી હતી કે તે તેની પુત્રી સાથે ઘેર જઈ રહી હતી ત્યારે ગામના કેટલાક યુવાનોએ તેની પુત્રીના સ્તન પકડી લીધા હતા અને તેના પાયજામાની દોરી ખેંચવા લાગ્યો હતો બીજો એક યુવાન પુત્રીને નાળા તરફ ખેંચીને લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. આરોપી યુવાનોનો ઈરાદો દુષ્કર્મનો હતો તે સ્પસ્ટ હતું.

આ પણ વાંચો, Tariff War: ચીન, મેક્સિકો, કેનેડાથી અલગ કેટેગરીમાં હશે ભારત, ટ્રમ્પના ટેરિફ વૉરમાં મળશે રાહત

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *