Ahmedabad: શહેરકોટડા પોલીસની અસામાજીક તત્ત્વો વિરૂદ્ધ કાર્યવાહી, ગેરકાયદે બાંધકામો તોડ્યા, વીજજોડાણ કાપ્યા

શહેરકોટડા પોલીસ સ્ટેશન વિસ્તારના જી.એમ. કંપાઉન્ડના છાપરા, સરસપુરમાં રહેતા સક્રીય ગુનેગારો પૈકી અયુબહુસૈન ઉર્ફે પતલી, આરીફ હુસૈન કુરેશી તથા સોએબ હુસૈન ઉર્ફે કોયલ, જે અનેક શરીર તેમજ મિલકત સંબંધી ગુનાઓમાં સંડોવાયેલા છે. પોલીસે તેમના બેકગ્રાઉન્ડ અંગે તપાસ કરતા તેમના ઘરમાં ગેરકાયદેસર વીજ જોડાણ મળી આવ્યું હતું. તેમજ તેમના મકાન સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે બનાવ્યા હોવાનું સામે આવ્યું હતું.

જેથી શહેરકોટડા પોલીસે ટોરેન્ટ પાવર તથા AMCના અધિકારીઓ સાથે સંકલન કરીને વીજજોડાણ કપાવી તેમજ ડિમોલેશનની કામગીરી હાથ ધરી હતી. તે ઉપરાંત અન્ય એક આરોપી અરબાજ સલીમભાઈ ઘાંચી, જેના વિરૂધ્ધ પણ શરીર અને મિલકત સંબંધી ગુના દાખલ થયેલા છે. તેની તપાસમાં ઘરમાં ગેરકાયદેસર વીજ જોડાણ મળી આવતા ટોરેન્ટ પાવરના અધિકારીઓને સાથે રાખીને વીજ જોડાણ દૂર કરવામાં આવ્યું હતું. તેમજ વીજચોરી અંગેની ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમાં D ડિવિઝન ACP હીરેન્દ્ર ચૌધરી, શહેરકોટડા પોલીસ સ્ટેશનના PI અને સ્ટાફ, તેમજ AMC તથા ટોરેન્ટ પાવરના અધિકારીઓ જોડાયા હતા.

આ પણ વાંચો, Ahmedabad: વસ્ત્રાલમાં ’86મો CRPF દિવસ-2025’ની ભવ્ય ઉજવણી કરવામાં આવી

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *