રાજ્યમાં ગરમીનો પ્રકોપ, ધૂળેટીના દિવસે જ 5 શહેરોમાં પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો

 ગુજરાતમાં ગરમીનો વધુ એક મોટો રાઉન્ડ શરૂ થઇ ગયો છે. ગઇકાલે રાજ્યમાં તાપમાનો પારો ઉંચો રહ્યો હતો, ફાગણ સુદ પૂનમ એટલે કે ગઇકાલે હોળીનો તહેવાર હતો, હવે ઉનાળાની વિધિવત શરૂઆત થઇ ગઇ છે. તાજા અપડેટ પ્રમાણે, રાજ્યમાં ગઇકાલે ગરમીનો પારો 5 શહેરોમાં 40 ડિગ્રીને પાર પહોંચતા પ્રજાજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. લોકો ગરમીથી બચવા વૉટરપાર્કનો સહારો લેવા લાગ્યા છે. જોકે, ખાસ વાત છે કે, આગામી દિવસોમાં રાજ્યમાં હજુ પણ ગરમી વધવાની આગાહી કરવામાં આવી રહી છે.

ગઇકાલે રાજ્યમાં લોકોએ ધામધૂમથી હોળીની ઉજવણી કરી છે, હવે ઉનાળાની શરૂઆત થઇ ગઇ છે. તાજા અપડેટ પ્રમાણે, રાજ્યમાં કાળઝાળ ગરમીની શરૂઆત થઇ ગઇ છે. રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે. ગઇકાલે રાજ્યના 5 શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચતા લોકો પરેશાન થઇ ગયા હતા, જેમાં રાજકોટ, કેશોદમાં 41 ડિગ્રી તાપમાન પહોંચ્યુ હતુ. 

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ મહત્તમ તાપમાન રાજકોટમાં ૪૧.૧ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે સૌથી ઓછું લઘુતમ તાપમાન નલિયામાં ૧૬.૮ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. અન્ય શહેરોમાં નોંધાયેલું મહત્તમ તાપમાન આ પ્રમાણે છે: અમદાવાદમાં ૩૮ ડિગ્રી, ગાંધીનગરમાં ૩૯.૨ ડિગ્રી, સુરેન્દ્રનગરમાં ૪૦.૫ ડિગ્રી, વડોદરામાં ૩૮.૪ ડિગ્રી, અને સુરતમાં ૩૮.૭ ડિગ્રી સેલ્સિયસ. જ્યારે લઘુતમ તાપમાન ગાંધીનગરમાં ૧૮.૫ ડિગ્રી, અમદાવાદમાં ૨૦.૮ ડિગ્રી, સુરેન્દ્રનગરમાં ૨૨ ડિગ્રી, રાજકોટમાં ૨૦.૫ ડિગ્રી, વડોદરામાં ૨૧.૮ ડિગ્રી, અમરેલીમાં ૨૦ ડિગ્રી અને ભાવનગરમાં ૨૧ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *