Stock market: મંદીની આશંકા વચ્ચે અમેરિકન બજારમાં હાહાકાર, ભારતમાં પણ શેર માર્કેટમાં કડાકો

અમેરિકાના શેર બજારમાં ઘટાડાની અસર મંગળવારે ભારતીય સ્ટોક માર્કેટ પર પણ જોવા મળી હતી. વેપારની શરૂઆત સાથે જ સેન્સેક્સ અને નિફ્ટી તૂટી ગયા હતા. બોમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શેર ધરાવતું સેન્સેક્સ સાથે 400 અંક તૂટ્યું હતું તો નેશનલ સ્ટોક એક્સચેન્જનું નિફ્ટી 130 અંકથી વધુ તૂટ્યું હતું. બજારમાં ઘટાડા વચ્ચે પ્રાઇવેટ સેક્ટરના ઇન્ડસઇન્ડ બેન્કના શેરમાં મોટો ઘટાડો નોંધાયો છે અને આ ખુલતાની સાથે જ 20 ટકા તૂટી ગયો હતો.

મંગળવારે શેરબજારની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. BSE સેન્સેક્સ 74,743.88 પર ખુલ્યો હતો. થોડીવારમાં તે 400થી વધુ પોઈન્ટ તૂટીને 73,672ના સ્તરે પહોંચ્યો હતો. બીજી તરફ, NSEનો નિફ્ટી ઇન્ડેક્સ (NSE NIFty) પણ સેન્સેક્સ સાથે સુમેળમાં આગળ વધતો જોવા મળ્યો. થોડીવારમાં જ તેમાં 130 પોઇન્ટનો કડાકો જોવા મળ્યો હતો.

રેડ ઝોનમાં 1715 સ્ટોક શરૂ થયા

શેરબજાર ખુલતાની સાથે જ, 617 કંપનીઓના શેર ગ્રીન ઝોનમાં ઉછાળા સાથે ખુલ્યા, જ્યારે 1715 કંપનીઓના શેર ઘટાડા સાથે રેડ ઝોનમાં ટ્રેડ થવા લાગ્યા. દરમિયાન, ૧૦૫ કંપનીઓના શેરની સ્થિતિમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. જે શેરોમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો તેની વાત કરીએ તો, બજાર ખુલતાની સાથે જ ઇન્ડસઇન્ડ બેંક, ઇન્ફોસિસ, ટેક મહિન્દ્રા, ટીસીએસ, ટાટા મોટર્સમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો. બીજી તરફ, ICICI બેંક, મારુતિ સુઝુકી અને ONGCના શેર લીલા નિશાનમાં ટ્રેડ થતા જોવા મળ્યા.

આ પણ વાંચો, અનુપમા સિરિયલની પૂર્વ એક્ટ્રેસ નિધિ શાહે કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ, ફોટો જોઇને છૂટી જશે પરસેવો

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *