Ahmedabad: ટેક્સી, બાઈક સેવા આપતા અસંગઠિત શ્રમિકોએ તેમની વિરૂદ્ધ ચાલતી હળતાલ અને પોસ્ટર પ્રદર્શન બાબતે કમિશનરને રજૂઆત કરી

અમદાવાદમાં ટેક્સી અને બાઈક સેવા આપતા શ્રમિકોની સંખ્યા મોટા પ્રમાણમાં છે. તેઓ ઉબેર, ઓલા, સ્વીગી, ઝુમેટો અને તેના જેવી ઓનલાઇન વાહનવ્યવહારની સેવા આપતી કંપનીઓમાં સેવા આપી રોજીરોટી કમાઈને પોતાનું ગુજરાન ચલાવે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી વિવિધ ઓટો રીક્ષા ડ્રાઇવરો દ્વારા વિવિધ આવેદનપત્રો આપી ધરણાં, વિરોઘ પ્રદર્શન અને હડતાલ કરી તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે જવાબદાર વિભાગમાં વારંવાર રજૂઆત કરવામાં આવે છે.

તેના અનુસંધાને ટેક્સી, બાઈક સેવા આપતા અસંગઠિત શ્રમિકોએ અમદાવાદ પોલીસ કમિશનરને લેખિતમાં રજૂઆત કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, અમે સભ્યો અને કંપની દ્વારા વ્યક્તિગત રીતે સરકાર અને જવાબદાર વિભાગોમાં અરજી કરી અમારા બાઈકને પરમિટ આપવા રજૂઆત કરવામાં આવી છે. અમે આરટીઓ ખાતે પરમીટ બાબતે અરજી કરતાં તે અસ્વીકાર કે પછી રદ કરવામાં આવે છે્. અને અમને નવી બાઈકો લઈ આવો તેમ કહે છે. જે અમને પરવડે તેમ નથી. અમારી બાઈકોને પરમિટ ન આપી પીળી નંબર પ્લેટ આપવામાં આવતી નથી.

આ બાબતે માનનીય મુખ્યમંત્રીએ અમને ટૂંક સમયમાં અમારી સમસ્યાનું નિરાકરણ કરવામાં આવશે તેવી બાંહેધરી આપી છે. પરંતુ ઘણા ઓટોરિક્ષા ડ્રાઇવર્સ યુનિયનો દ્વારા પરિસ્થિતિનો ફાયદો ઉઠાવી વિરોધ પ્રદર્શન, ધરણાં અને હડતાલ કરવામાં આવે છે. બાદમાં કંપની સાથે બેસીને તેમની સાથે પૈસા પડાવવામાં આવે છે. આ પ્રકારની ક્રિયા તેમના માટે આદત બની ગઈ છે. તેઓ આ પરિસ્થિતિનો લાભ ઉઠાવે છે. કોઈપણ ઓટોરિક્ષા ડ્રાઇવર યુનિયન દ્વારા આજ દિવસ સુધી કોઈ પણ રીતે યોગ્ય રજુઆત કરવામાં આવી નથી. તેઓની આ પ્રકારની વૃત્તિના કારણે અમે લોકો તેનો ભોગ બની રહ્યા છીએ. જ્યારે કે સરકાર રોજી રોટી અને રોજગારોની તકો ઉત્પન્ન કરવાની વાત કરે છે. પરંતુ આવા યુનિયનો અમારી રોજગારી છીનવે છે. હડતાલ અને ધરણા કરનાર આગેવાનો રિક્ષા ચલાવતા નથી તેઓ પહેલા રીક્ષા ચલાવતા હતા અને હવે હડતાલ, ધરણા અને પ્રદર્શનનો કરીને પૈસા કમાય છે. સરકાર દ્વારા પણ આ બાબતે આજ સુધી યોગ્ય રીતે ધ્યાન લેવામાં આવે.

આ પણ વાંચો, CA ઈન્ટરમિડીયેટ અને ફાઉન્ડેશન પરીક્ષાનાં પરિણામો જાહેર, ઈન્ટરમિડીયેટમાં દેશનાં 50 ટોપરોમાં અમદાવાદનાં 11 વિદ્યાર્થીઓ

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *