IND VS PAK: ભારતની જીતથી પાકિસ્તાન લગભગ બહાર:વિરાટ કોહલીની અણનમ સદી, પાકિસ્તાનને મહામુકાબલામાં ટીમ ઈન્ડિયાએ હરાવ્યું

Oplus_131072

ભારતે પાકિસ્તાનને છ વિકેટે હરાવ્યું છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાનની ટીમ 49.4 ઓવરમાં 241 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં ભારતે 42.3 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. વિરાટ કોહલીએ પોતાની ODI કારકિર્દીની 51મી સદી ફટકારી હતી. તે 111 બોલમાં 100 રન બનાવ્યા બાદ અણનમ રહ્યો હતો.

ભારતીય ટીમના બોલરોએ પણ આ મેચમાં ખૂબ જ શાનદાર પ્રદર્શન કર્યું છે. કુલદીપ યાદવે શાનદાર બોલિંગ કરી 3 વિકેટ ઝડપી હતી. હાર્દિક પંડ્યાએ પણ 2 વિકેટ ઝડપી હતી.

દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં પાકિસ્તાને પહેલા રમતા 241 રન બનાવ્યા હતા. 242 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે 45 બોલ બાકી રહેતા આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. વિરાટે માત્ર ચોગ્ગો ફટકારીને પોતાની સદી પૂરી કરી ન હતી પરંતુ ભારતીય ટીમનો 6 વિકેટે વિજય પણ સુનિશ્ચિત કર્યો હતો.

આ પણ વાંચો, રણવીર અલ્હાબાદિયા વિવાદ બાદ કેન્દ્ર સરકાર એક્શનમાં, અશ્લીલ સામગ્રી પર લાગશે લગામ

https://www.instagram.com/timenewsguj

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *